Showing posts with label Monday Musings. Show all posts
Showing posts with label Monday Musings. Show all posts

14 May, 2022

Monday Musings e-Magazine: સફળતાના 10 વર્ષ પૂર્ણ!

નમસ્કાર!

વર્ષ 14મી મે, 2012ના રોજ શરુ કરેલ આ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના 10 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

આજથી 10 વર્ષ પહેલા જ્યારે આ મેગેઝિન શરુ કર્યું ત્યારે તે ગુજરાતનું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ આપતું પ્રથમ ઇ-મેગેઝિન હતું જે બહુ સરળ ફોર્મેટમાં હતું તેમજ તેનું કન્ટેન્ટ પણ ઓછું હતું. ધીમે ધીમે જેમ સમય ગયો તેમ આ મેગેઝિનના ફોર્મેટમાં વિવિધ સુધારાઓ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમાં MM Special નામથી એક અલગ વિભાગ શરુ કરાયો જેમાં વિવિધ મુદ્દાઓ પરનું જનરલ નોલેજ પીરસવામાં આવતું. તેના થોડા મહિનાઓ બાદ વિદ્યાર્થીઓની રજુઆતને અનુસંધાને તેમા અઠવાડિક ક્વિઝ ઉમેરવામાં આવી જેથી વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને ચકાસી શકે. આ રીતે મેગેઝિનના ફોર્મેટ, કદ, આકાર વગેરેમાં સમય મુજબ ફેરફાર કરાયો.

વર્ષ 2013માં ઘણા બધા ગામડાના વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હતી અને તેઓની માંગ હતી કે આ મેગેઝિનને પ્રિન્ટેડ સ્વરુપે ઉપલબ્ધ કરાવવામાં આવે. વિદ્યાર્થીઓની આ માંગને ધ્યાને લઇ 28 એપ્રિલ, 2013ના રોજ આ મેગેઝિનને 'નહિ નફો, નહિ નુકસાન' ના ધોરણે પ્રિન્ટ કરવામાં આવ્યું તેમજ તેનું છ મહિનાનું લવાજમ ફકત રુ. 120 તેમજ વાર્ષિક લવાજમ ફક્ત રુ. 240 રખાયું! પરંતુ ભારતીય પોસ્ટ સેવાની અત્યંત ખરાબ સર્વિસના પાપે ઑક્ટોબર, 2013માં આ મેગેઝિનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ કરવાની ફરજ પડી અને મેગેઝિનને ઓનલાઇન ઇ-મેગેઝિન સ્વરુપે જ નિઃશુલ્ક પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવાયો.

હાલ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન ડેઇલી કરંટ અફેર્સ પણ પુરુ પાડે છે જે જોવા માટે વિદ્યાર્થીઓ અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકે છે અથવા અમારી ઓફિશિયલ વેબસાઇટ https://mm.rijadeja.com જોઇ શકે છે. 10 વર્ષ થયે પણ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે ડિસેમ્બર, 2021માં આ મેગેઝિનના 500માં અંકથી આ ઓનલાઇન મેગેઝિનને પ્રિન્ટેડ મેગેઝિન જેવું જ રુપ અપાયું જેમાં કલર ફોટોગ્રાફ, ચાર્ટ, મલ્ટી કોલમ લે-આઉટ  વગેરેના આધારે તેને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરાયો.

આ મેગેઝિન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેટલું ઉપયોગી છે તેની સાબિતિ તેના પરથી મળે છે કે છેલ્લે જે GPSC વર્ગ 1-2, નાયબ મામલતદાર, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ. વગેરે પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સના પ્રશ્નો પુછાયા હતા તેમાંથી મોટા ભાગના પ્રશ્નોના જવાબ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનમાંથી જ મળી રહ્યા હતા.

હજુ પણ આ મેગેઝિનમાં કોઇ જ વધારાના ન્યૂઝ, લાંબી વાર્તાઓ અથવા બિન-જરુરી માહિતી આપીને વિદ્યાર્થીઓનો સમય બગાડવામાં આવતો નથી. ભવિષ્યમાં પણ આ મેગેઝિનની ગુણવત્તામાં વધુ ને વધુ સુધારો થતો રહે તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં તે ઉપયોગી બની રહે તેવા પ્રયાસો અમારા દ્વારા થતા રહેશે તેવા વિશ્વાસ સાથે...

R. I. Jadeja

06 December, 2021

Monday Musings ઇ-મેગેઝિનના 500 અંક પૂર્ણ

monday musings
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

વર્ષ 2012ના મે મહિનામાં મન્ડે મ્યુઝિંગ્સ નામથી શરુ કરેલ આ મેગેઝિને આજરોજ 500 અંક પુર્ણ કરેલ છે. મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન rijadeja.com વેબસાઇટ દ્વારા શરુ કરાયેલ કરંટ અફેર્સ માટેનું ગુજરાતનું પ્રથમ ઇ-મેગેઝિન હતું જે આજે પણ આપ સૌના આશિર્વાદથી પ્રથમ ક્રમ પર છે. મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનની 500 અંકની લગભગ સાડા આઠ વર્ષની આ યાત્રા ખુબજ સુંદર રહી છે. મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનને આપ સૌ વિદ્યાર્થીઓ અને અન્ય વાચકોએ વધાવ્યું છે તે બદલ અમો આપના આભારી છીએ.

8 વર્ષની કરંટ અફેર્સની આ યાત્રામાં મેગેઝિનમાં અનેક બદલાવ કરવામાં આવ્યા જેમાં તેની ડિઝાઇન, કન્ટેન્ટ પ્રસ્તુત કરવાની પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે પરંતુ મેગેઝિનની ક્વૉલિટી યથાવત્‌ જાળવી રાખવાનો પુરેપુરો પ્રયાસ કરાયો છે. હાલમાં પણ આ મેગેઝિનમાં ફક્ત અને ફક્ત પરીક્ષાલક્ષી માહિતી જ પીરસવામાં આવે છે તેમજ નકામા અને લાંબાલચક ન્યૂઝનો મારો કરીને મેગેઝિનને 'જાડુ' બનાવવાને બદલે ટૂંકી અને પરીક્ષાલક્ષી માહિતી જ આપીને વિદ્યાર્થીઓનો સમય બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ચાલુ અંક નંબર 500થી આપણા આ ઇ-મેગેઝિનને વાસ્તવિક મેગેઝિન જેવો લૂક આપવાનો પ્રયત્ન કરાયો છે જેમાં અમૂક અગત્યના ન્યૂઝમાં તે ન્યૂઝથી સંબંધિત ફોટો પણ ઉમેરવામાં આવેલ છે. આશા છે આ ફેરફાર આપ સૌ વાચકોને પસંદ આવશે. આ ફેરફાર વિશેના આપના પ્રતિભાવ અમારી વેબસાઇટ https://mm.rijadeja.com પર અચૂક આપશો જેથી આ મેગેઝિનની ગુણવત્તામાં સુધારો કરી શકાય.

મન્ડે મ્યુઝિંગ્સની આ કરંટ અફેર્સની યાત્રામાં જોડાઇ રહેવા બદલ આપસૌનો ખુબ ખુબ આભાર તેમજ આપના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

--RI Jadeja


 

14 May, 2021

Daily Current Affairs in both, Mobile app and website!

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

ખુબ આનંદ સાથે જણાવવાનું કે આપણા કરંટ અફેર્સના મેગેઝિન Monday Musings, જે 15મી મે, 2012ના રોજ શરુ કરવામાં આવ્યું હતું તેને આજરોજ નવ વર્ષ પુરા થયા છે. આ તકે RIJADEJA.com વેબસાઇટના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તેમજ અન્ય મુલાકાતીઓનો આભાર માનીએ છીએ.

Monday Musings મેગેઝિને વિદ્યાર્થીઓને તૈયાર કરંટ અફેર્સ આપ્યું, જેને વાંચ્યા બાદ લગભગ કોઇજ મેગેઝિન કે ન્યૂઝપેપર વાંચવાની જરુર ના રહે. Monday Musings મેગેઝિનમાં પરીક્ષા માટે ઉપયોગી હોય તેવા તમામ સમાચારોને ખૂબજ ટૂંકાણમાં આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો સમય વેડફાઇ નહી અને આ જ કાર્ય છેલ્લા 9 વર્ષથી અવિતરપણે ચાલી રહ્યું છે.

આ મેગેઝિન પોતાના નામ મુજબ દર સોમવારે પ્રસિદ્ધ થાય છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી RIJADEJA.com Learning App પર પણ ડેઇલી કરંટ અફેર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેનો હાલ હજારો વિદ્યાર્થીઓ ફાયદો લઇ રહ્યા છે. આ જ સુવિધાને એક ડગલુ આગળ વધારી હવેથી એટલે કે આજરો તા. 14મી મે, 2021થી Monday Musingsના તમામ સમાચાર ફક્ત મોબાઇલ એપ પર જ આપવાને બદલે Monday Musings વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ પોતાની અનૂકુળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે.

આશા છે આ ફેરફાર વિદ્યાર્થીઓને પસંદ આવશે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરી શકશે. નજીકના ભવિષ્યમાં  Monday Musings મેગેઝિનમાં હજુ પણ વધુ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી રહેશે. Monday Musings મેગેઝિન વિશે જો આપનો કોઇ પ્રતિભાવ હોય તો અમોને Monday Musings વેબસાઇટના ફીડબેક પેઇજ પર જરુર આપશો.


આપનો વિશ્વાસુ,

--R. I. Jadeja


14 May, 2018

Monday Musings: કરંટ અફેયર્સની યાત્રાના 6 વર્ષ પૂર્ણ...

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનને આજે 14મી મે, 2018ના રોજ છ વર્ષ પુરા થયા છે! વર્ષ 2012માં જ્યારે મેગેઝિન શરૂ કર્યું ત્યારે ખુબ જ પ્રાથમિક સ્તરે અને નાના વિચારથી આ મેગેઝિન બનાવ્યું હતું અને આ મેગેઝિન આટલુ પ્રસિદ્ધ થશે તેવો સપનામા પણ વિચાર નહોતો કર્યો.

છેલ્લા ઘણા સમયથી આ મેગેઝિન માટે વિદ્યાર્થીઓના પ્રતિભાવો ફિડબેક ફોર્મમાં, ઇમેઇલ દ્વારા તેમજ RIJADEJA.com વેબસાઈટ પર મુકેલ સર્વે દ્વારા  મળ્યા હતા. આ તમામ પ્રતિભાવો તેમજ માંગણીઓને ધ્યાને લઇ મેગેઝિનના છ વર્ષ પુરા થયાના આ દિવસે અમુક ફેરફારો કર્યા છે જે વિદ્યાર્થીઓને ચોક્કસ ગમશે તેમજ ઉપયોગી પણ થશે.

ન્યૂઝ ફોટો: મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના ચાલુ અંક નં 314થી સમાચારની સાથે ફોટો ઉમેરવામાં આવ્યા છે જેથી જે-તે ન્યૂઝને વિઝ્યુઅલી યાદ રાખવામાં સરળતા રહે તેમજ મેગેઝિનનો દેખાવ ‘મેગેઝિન’ જેવો બની રહે :).  જોવાથી માહિતી વધુ યાદ રહે તે વાતને ધ્યાને રાખી આ રીતે ન્યૂઝ સાથે ફોટો મુકવાનું નક્કી કરેલ છે. ફોટો મુકવા બાબતે ખુબ જ તકેદારી રાખવામાં આવી છે કે બિનજરૂરી ફોટો અથવા વધુ પડતી મોટી સાઇઝનો ફોટો મુકવામાં ન આવે..  

ટેબલ/ ચાર્ટ્સ / ડાયાગ્રામ: મેગેઝિનમાં અમુક અગત્યના સમાચારોમા ચાર્ટ્સ, ટેબલ અથવા ડાયાગ્રામ મુકી તેને કલરફૂલ અને આકર્ષક રીતે પ્રદર્શિત કરી ન્યૂઝને સરળતાથી યાદ રાખી શકાય તેવા ફેરફારો કરાયા છે. આ તમામ ચાર્ટ્સ અને ડાયાગ્રામ બનાવવામાં એ બાબતની તકેદારી લેવામાં આવી છે કે તે આકર્ષક, ઉપયોગી અને માહિતીસભર હોય.

મેગેઝિનમાં આ રીતે ચાર્ટ્સ અને ડાયાગ્રામના ઉપયોગથી વિદ્યાર્થીઓને માહિતી યાદ રાખવામાં ચોક્કસ ફાયદો થશે. આ ફેરફારથી જે માહિતીમાં તુલના/કમ્પેરિઝન આવતી હોય તેવી માહિતી તાત્કાલિક યાદ રહી જશે.

લેઆઉટ ફેરફાર: હાલ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન ટૂ-કોલમ લેઆઉટમાં પ્રસિદ્ધ થાય છે જે મોબાઇલ પર સરળતાથી જોવા માટે ખુબ જ જરૂરી છે તેથી તેમા કોઇ ફેરફાર ન કરતા અમુક નાના-મોટા ફેરફાર કરાયા છે જેમાં તારીખ અને વાર લખેલ હેડિંગને હાઈલાઈટ કરવાનો પ્રયાસ કરાયો છે. 

સર્વે દ્વારા અમુક એવા ફિડબેક પણ મળ્યા છે જેનો અમલ કરવો હાલના સમય મુજબ શક્ય નથી, જે નીચે મુજબ છે.

  • મેગેઝિનને ડેઇલી / માસિક કરંટ અફેયર્સનું સ્વરૂપ આપો: મેગેઝિનના નામ મુજબ આ એક અઠવાડિક મેગેઝિન છે તેથી તેને દૈનિક અથવા માસિક મેગેઝિન તરીકે પ્રસિદ્ધ કરવું હાલ શક્ય નથી.
  • નોટ્સના બદલે સંપૂર્ણ સ્ટોરી રૂપે કરંટ અફેયર્સ આપો: મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓનો સમય બચાવવાનું તેમજ કરંટ અફેયર્સને નોટ્સ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાનો છે. લાંબી લચક સ્ટોરી સ્વરૂપે કરંટ અફેયર્સ આપતા ઘણા મેગેઝિન માર્કેટમાં ઉપલબ્ધ છે આ સિવાય આ રીતે સ્ટોરી સ્વરૂપે ન્યૂઝ દરેક ન્યૂઝપેપર્સમાં પણ ઉપલબ્ધ હોય છે.
  • મેગેઝિનન ડાઉનલોડ અને પ્રિન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા કરો: મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના લેટેસ્ટ બે અંકો (15 દિવસનું કરંટ અફેયર્સ) સિવાય તમામ અંકો ડાઉનલોડ તેમજ પ્રિન્ટ થઇ શકે તે રીતે વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • દરેક ન્યૂઝમાંથી એક પ્રશ્ન બનાવી ટેસ્ટ મુકો: હાલ મેગેઝિનમાં અગત્યના પ્રશ્નોની ટેસ્ટ મુકવામાં આવે છે. દરેક ન્યૂઝમાંથી એક પ્રશ્ન બનાવવો તે મુદ્દે ભવિષ્યમાં વિચાર કરી ચોક્ક્સ અમલ કરવામાં આવશે.

આશા છે મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના આ ફેરફારો વિદ્યાર્થીઓને ગમશે તેમજ ઉપયોગી થશે. મેગેઝિનના નવા કરેલા ફેરફારો વિશે આપના મંતવ્યો અમને વેબસાઈટના ફિડબેક પેઇજ પર અવશ્ય મોકલશો..

આપનો વિશ્વાસુ,
R. I. Jadeja

24 May, 2017

મન્ડે મ્યુઝિંગ્સ - કરંટ અફેર્સની અવિરત યાત્રાના 5 વર્ષ પૂર્ણ

વિદ્યાર્થી મિત્રો,

14 મે, 2012ના રોજ શરૂ કરેલ આપણા આ કરંટ અફેર્સ મેગેઝિનને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે. આ પાંચ વર્ષોમાં આ મેગેઝિન દ્વારા હજારો નહી પણ લાખો વિદ્યાર્થીઓને નિયમિત રીતે કરંટ અફેર્સ પુરુ પાડવામાં આવ્યુ છે અને ભવિષ્યમાં પણ આ યાત્રા અવિરત ચાલુ જ રહેશે.

સમયની માંગ મુજબ આ મેગેઝિન જ્યારે શરૂ કરાયું ત્યારે અને હાલના મેગેઝિનમાં ઘણા ફેરફારો કરાયા છે. જેમાં ડિઝાઇન, ફોર્મેટીંગ, ઓનલાઇન ટેસ્ટ, MM Special વગેરેનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં પણ સમયની માંગ મુજબ આ મેગેઝિનમાં ફેરફારો અવશ્ય કરવામાં આવશે.

આ મેગેઝિન મોબાઇલ તેમજ ટેબ્લેટ્સમાં ઓનલાઇન જોવામાં અમુક વિદ્યાર્થીઓને પડતી તકલીફોને ધ્યાને લઇ વેબસાઈટની ડિઝાઇન તેમજ પ્લેટફોર્મ બદલવામાં આવ્યુ છે. નવી ડિઝાઇન કરાયેલી વેબસાઈટ મોબાઇલ, ટેબ્લેટ્સ, લેપટોપ કે ડેસ્કટોપ સહિતના તમામ ડિવાઇસ પર એકદમ સરળ રીતે જોઇ શકાશે. નવી વેબસાઈટ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના જૂના વેબ એડ્રેસ પર જ એટલે કે http://mm.rijadeja.com પર જ જોઇ શકાશે.

વધુમાં, મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના તમામ જૂના અંકો આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સાથોસાથ, તમામ જૂના MM Special અંકો, ટેસ્ટ (આન્સર-કી સાથે) પણ ઉપલબ્ધ છે જેથી કોઇ પરીક્ષા માટે છેલ્લા અમુક મહિનાઓનું કરંટ અફેર્સનું લેટેસ્ટ મટીરિયલ શોધવા માટે ક્યાંય જવુ પડશે નહી. આ તમામ અંકો અમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન પર પણ ઉપલબ્ધ છે જેથી તમે ગમે ત્યા અને ગમે ત્યારે મોબાઇલ, ટેબ્લેટ પર ગુણવત્તાયુક્ત કરંટ અફેર્સ તથા જનરલ નોલેજ વાંચી શકશો.

ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રતિભાવો મળી રહ્યા છે કે આ મેગેઝિનને ડેઇલી સ્વરૂપે પ્રસિદ્ધ કરો પણ હાલ પુરતું સમયની મર્યાદાઓને ધ્યાને લેતા આવુ કરવું શક્ય નથી તેથી મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન હાલના ફોર્મેટ મુજબ વિકલી એટલે કે સાપ્તાહિક સ્વરૂપે જ પ્રસિદ્ધ થશે.

આશા છે આ મેગેઝિન સર્વે વિદ્યાર્થી મિત્રોને આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થતું રહેશે તેમજ અમારો હરહંમેશ પ્રયત્ન રહેશે કે કરંટ અફેર્સ માટે વિદ્યાર્થીઓએ કોઇ અન્ય સ્ત્રોત અથવા મેગેઝિનનો ઉપયોગ કરી પોતાનો સમય અને નાણાનો ખોટી રીતે વ્યય થાય નહી.

મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન તેમજ તેની વેબસાઈટ વિશેના આપના વિચારો અને મંતવ્યો અમોને ફીડબેક પેઇજ પર અવશ્ય જણાવશો જેથી તેમાં જરૂરી ફેરફારો કરી શકાય.

આપ સૌના ઉજળા ભવિષ્યની શુભેચ્છાઓ સહ...

--R. I. Jadeja


16 May, 2016

મન્ડે મ્યુસિંગ્સ - કરંટ અફેર્સની અવિરત યાત્રાના 4 વર્ષ પૂર્ણ

mm
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણા મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીને ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. ચાર વર્ષની આ યાત્રા ખુબજ સુખદ રહી છે. વિદ્યાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત કરંટ અફેર્સ પુરુ પાડ્યાનો અમોને પણ ખુબ જ આનંદ છે. હજારો નહી પણ લાખો વિદ્યાર્થીઓ દ્વારા આ મેગેઝીનને આવકારી અને તેનો ઉપયોગ કરાયો છે અને હાલ પણ કરે છે. આ મેગેઝીનના અમુક વિશિષ્ટ લક્ષણો છે જે તેને બીજા અન્ય મેગેઝીનો કરતા અલગ પાડે છે.

કરંટ અફેર્સના આ વિશિષ્ટ મેગેઝીનને વિદ્યાર્થીઓએ ખુબ સારી રીતે આવકાર્યું તેના ઘણાબધા કારણો છે, જેને નીચે સ્વરૂપે દર્શાવી શકાય.

  1. લાંબી વાર્તાઓને બદલે નોટ્સ સ્વરૂપે ફક્ત પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ
  2. કરંટ અફેર્સ (વર્તમાન પ્રવાહો)ના લગભગ તમામ સંદર્ભને આવરી લેતુ હોવાથી અન્ય કોઇ મેગેઝીન કે સમાચારપત્ર વાંચવાની જરૂર નહી
  3. દરેક અંક સાથે MM Special નામથી વિશિષ્ટ અને અતિઉપયોગી સ્ટડી મટીરિયલ
  4. દરેક અંક સાથે પાછલા અંકમાંથી બનાવેલી ટેસ્ટ જેથી વિદ્યાર્થીઓ જૂના અંકને યાદ કરી શકે
  5. તમામ સાહિત્ય સમયસર અને પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ જેથી મોબાઇલ પર પણ જોઇ શકાય
  6. જૂના તમામ અંકો ઉપલબ્ધ
  7. આ બધુ જ તદ્દન ફ્રી...
ઉપરોક્ત તમામ પાસાઓને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓએ આ મેગેઝીનને પસંદ કર્યું છે. અમારા તરફથી પણ હરહંમેશ એવા પ્રયાસો થતા રહે છે કે આ મેગેઝીનની ગુણવત્તામાં વધુને વધુ સુધારો લાવી શકાય જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓએ આ મેગેઝીનનો લાભ લઇ પોતાની કારકિર્દી બનાવી શકે.

આ મેગેઝીન વિશે આપના અભિપ્રાય અચૂક આપશો... આ મેગેઝીન ઓનલાઇન જોવા ક્લિક કરો. 

04 January, 2016

Updates in Monday Musings policy 2016


Monday Musings

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

1 જાન્યુઆરીના રોજ નવા વર્ષની શરૂઆતની સાથે જ RIJADEJA.com વેબસાઇટને પણ પાંચ વર્ષ પુરા થઇ ગયા. પાંચ વર્ષોમાં હજારો નહી પણ લાખો (2,31000થી પણ વધુ રજીસ્ટર્ડ મેમ્બર્સ) વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તમામ માહિતી, માર્ગદર્શન અને વાંચન સામગ્રી (સ્ટડી મટીરિયલ) પુરુ પાડ્યાનો મને ખુબજ આનંદ છે.

RIJADEJA.com વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીઓને હંમેશા કંઇક નવુ નવુ આપીને વધુ મદદરૂપ થવાનો પાંચ વર્ષનો ઇતિહાસ છે. આ બાબતમાં શોભાની વધુ એક કલગી ઉમેરતા હાલમાં જાહેર થયેલી રેવન્યું તલાટીની પરીક્ષા માટે ઓનલાઇન ટેસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવી છે. દર થોડા દિવસે જનરલ નોલેજની એક ગુણવત્તાયુક્ત પ્રશ્નોની ટેસ્ટ આપવાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે અને સાથોસાથ તેઓ પોતાની તૈયારીના રસ્તા પર હાલ ક્યા છે તેનો પણ સચોટ ખ્યાલ આવી જાય છે. ગર્વ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતના ઘણાખરા કોચીંગ સેન્ટરો દ્વારા પણ આ ટેસ્ટના પ્રશ્નો પોતાના નામથી પ્રિન્ટ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 

કરંટ અફેર્સ માટેની ઓનલાઇન ટેસ્ટ મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીન સાથે દર સોમવારે RIJADEJA.com વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે જ છે જે વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી થઇ રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે નિયમિત મન્ડે મ્યુસિંગ્સ વાંચી અને પછી ટેસ્ટ આપે જેથી તેઓને પોતાની તૈયારીનું સ્તર ખ્યાલ આવી શકે.

મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનમાં અંક નં. 190થી એક નવી પોલીસી લાગૂ કરવામાં આવી છે જે મૂજબ હવેથી છેલ્લા બે અંક એટલે કે કુલ 15 દિવસનું કરંટ અફેર્સ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે નહી, ફક્ત ઓનલાઇન જ જોઇ શકશે. ઉદાહરણ તરીકે આજરોજ અંક નં 191 પ્રસિદ્દ કરવામાં આવ્યો છે એટલે અંક નં 190 અને 191 બન્ને ડાઉનલોડ કરી શકાશે નહી. આવતા સોમવારે અંક નં. 192 પ્રસિદ્ધ થશે ત્યારે 190 નંબરનો અંક ડાઉનલોડ કરી શકાશે. આશા છે વિદ્યાર્થીઓ આ નવી પોલીસીને સમજી શકશે.

RIJADEJA.com વેબસાઇટને મળેલી ભવ્ય સફળતા માટે વેબસાઇટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય મુલાકાતીઓ જ જવાબદાર છે. પાંચ વર્ષમાં મળેલ અભૂતપુર્વ પ્રતિસાત બદલ હું દરેક મુલાકાતીઓનો આભારી છું, ભવિષ્યમાં પણ આ વેબસાઇટ દ્વારા શ્રેષ્ઠ માહિતી, માર્ગદર્શન અને વાંચન સામગ્રી આપવાનો ખરા હર્દયથી પ્રયાસ કરવામાં આવશે જ જેની હું ખાતરી આપું છું. આપ સૌ તરફથી પણ ભવિષ્યમાં અમોને સાથ સહકાર મળી રહેશે તેવી આશા પણ રાખું છું. ફરી એકવાર આપ સૌનો ખુબ ખુબ આભાર.

આપ સૌની ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભકામનાઓ...
Sincerely,
R. I. Jadeja

14 May, 2015

મન્ડે મ્યુસિંગ્સ – કરંટ અફેર્સ યાત્રાના 3 વર્ષ પૂર્ણ

પ્રિય વિદ્યાર્થી મિત્રો, 

આપ સૌને જણાવતા ખુબ આનંદ થાય છે કે તા. 14 મે, 2012ના રોજ કોઇપણ પ્રકારના પ્લાનીંગ વિના શરૂ કરેલ આપણા કરંટ અફેર્સના મેગેઝીન ‘મન્ડે મ્યુસિંગ્સ’ને આજરોજ સફળતાપૂર્વક 3 વર્ષ પુરા થયા છે. :)  અત્યાર સુધીમાં આ મેગેઝીનના કુલ 157 અંક ઓનલાઇન પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.

દોઢ વર્ષ પહેલા વિદ્યાર્થીઓની માંગને અનુસરતા આ મેગેઝીનનું પ્રિન્ટેડ સ્વરૂપ પણ ‘નહી નફો, નહી નુકશાન’ ના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું, પણ ભારતીય પોસ્ટ વિભાગની ‘કૃપા’ થી તેને લાંબો સમય ચલાવી શકાયું નહી અને ફક્ત 6 મહીનામાં બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ, આ મેગેઝીન માંથી કોઇ જ નફો ન કરવાની ગણતરીને પગલે મેગેઝીનને વિદ્યાર્થીઓના લાભાર્થે ફરીથી ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું સાથોસાથ પ્રિન્ટેડ વર્ઝનના તમામ અંકો પણ ઓનલાઇન અપલોડ કરી દેવામા આવ્યા જેથી વિદ્યાર્થીઓની કરંટ અફેર્સની આ યાત્રામાં ગાબડુ ન પડે.

એ વાત જણાવતા હું ખુબ હર્ષની લાગણી અનુભવુ છું કે દર અઠવાડિયે ફક્ત અમુક પાનાઓ ધરાવતું આ મેગેઝીન સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં કરંટ અફેર્સને એ રીતે કવર કરી લે છે કે છેલ્લા 3 વર્ષમાં લેવાયેલ લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સનો એકપણ પ્રશ્ન આ મેગેઝીનથી બહાર પુછાયો નથી. બજારમાં અન્ય મેગેઝીનો પણ ઉપલ્બધ છે જ પરંતુ ભારે કિંમત અને પાનાઓનો ઢગલો હોય ત્યારે તેની બહાર પ્રશ્ન ક્યાંથી જવાનો? જ્યારે મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીન એકદમ ટૂંકા સ્વરૂપે એટલે કે નોટ્સ સ્વરૂપે કરંટ અફેર્સ આપીને પણ પરીક્ષાને લગતા તમામ કન્ટેન્ટને કવર કરી લે છે.

આપ સૌ વિદ્યાર્થીઓને આ મેગેઝીન ખુબ જ ઉપયોગી થયું હશે તેનો મને પુરેપુરો વિશ્વાસ છે. આ મેગેઝીન માટે આપના સૂચનો હરહંમેશ આવકાર્ય છે. આપના સૂચનો અમોને ફીડબેક પેઇજ પર જરૂરથી આપશો.

આપનો વિશ્વાસુ,
--R. I. Jadeja

06 April, 2015

Monday Musings Vs Your news dairy

વિદ્યાર્થી મિત્રો,

ગુજરાતમાં ચાલી રહેલ સરકારી નોકરીની ભરતી માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઇ રહી છે તેના માટે લાખો વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા છે. સૌ કોઇ જાણે છે તેમ કરંટ અફેર્સ એટલે કે સાંપ્રત પ્રવાહો આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ અગત્યનો ભાગ છે અને આ ભાગમાંથી ઘણા બધા પ્રશ્નો સીધા અથવા તો આડકતરી રીતે પુછાતા હોય છે.

કરંટ અફેર્સ માટે બજારમાં અસંખ્ય મેગેઝીનો ઉપલબ્ધ છે આ સિવાય વિદ્યાર્થીઓ જાતે પણ ન્યૂઝપેપર્સ વાંચીને નોટ્સ તેમજ 'ન્યૂઝ ડાયરી' બનાવતા હોય છે. RIJADEJA.com  દ્વારા પણ MONDAY MUSINGS નામનું એક અનોખુ મેગેઝીન કરંટ અફેર્સ માટે દર સોમવારે પબ્લિશ કરવામાં આવે છે. અનોખુ એટલા માટે કેમકે ગુજરાતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફક્ત આ જ એવુ મેગેઝીન છે જે નોટ્સ સ્વરૂપે કરંટ અફેર્સ આપે છે અને લગભગ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા આ મેગેઝીનથી બહાર કરંટ અફેર્સના પ્રશ્નો પુછાતા નથી.

આ બ્લોગ એવા વિદ્યાર્થીઓ માટે લખવાની ફરજ પડી છે જેઓ કોઇની સલાહથી કલાકો ખર્ચીને ન્યૂઝ ડાયરી બનાવે છે પણ અમુક ન્યૂઝ અથવા તો પરીક્ષાલક્ષી માહિતી તેમા લખવાનું ચુકી જાય છે. તેથી જ આ બ્લોગ દ્વારા સામાન્ય વિદ્યાર્થી દ્વારા બનાવાયેલ ન્યૂઝ ડાયરી અને મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનની સરખામણી કરવામાં આવી છે.
current affairs

આશા છે આ બાબતે ઉપરોક્ત સરખામણીથી વધુ લખવાની જરૂર નહી પડે... આ વિષય પર આપના પ્રતિભાવો નીચે કમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો.

23 March, 2015

‘મન્ડે મ્યુસિંગ્સ’ --કરંટ અફેર્સના 150 અંક પૂર્ણ

વિદ્યાર્થી મિત્રો,

આજનો દિવસ ઇતિહાસમાં ખાસ મહત્વ ધરાવતો દિવસ છે કારણ કે આજના દિવસે 23 માર્ચ 1931ના રોજ ભારતવર્ષના મહાન ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી. ભારતમાતાના વીર સપૂતોને નિર્ધારિત તારીખથી એક દિવસ પહેલા જ ફાંસી આપવાનો નિર્ણય તત્કાલિન અમલદારો દ્વારા લેવામાં આવ્યો હતો. જો કે ઇતિહાસકારોના વર્ણન મુજબ બ્રીટિશરોને આવી એક દિવસ અગાઉ ફાંસી આપવાની સલાહ શાંતી પ્રિય ભારતના અહિંસાના પુજારી એમ. કે. ગાંધીએ આપી હતી. ઇતિહાસના ચક્રમાં ન પડતા આ વાત અહી જ પુરી કરીએ તો વધુ યોગ્ય રહેશે... કારણકે આ ચર્ચાનો કોઇ અંત નથી અને જે અંત હોત તે કદાચ એવો હોત કે ભારતના ચલણમાં શહીદ ભગતસિંહનો ફોટો જોવા મળત... પણ અફસોસ… 

આજનો દિવસ માટે બીજી એક રીતે પણ અગત્યો છે કેમકે આજરોજ આપણા મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીને સફળતાપૂર્વક પોતાના 150 અંક પ્રસિદ્ધ કર્યા છે... આજથી લગભગ બે વર્ષ પહેલા 14મી મે, 2012ના રોજ આપણા મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનની શરૂઆત કરવામાં આવી હતી. કરંટ અફેર્સ માટે ગુજરાતમાં અસંખ્ય મેગેઝીનો ઉપલબ્ધ હતા ત્યારે વિદ્યાર્થી જગતને કંઇક નવુ આપવુ એ પડકાર અમારા સમક્ષ હતો. આ પડકારને પહોંચી વળવા માટે સૌ પ્રથમ બજારમાં ઉપલબ્ધ સમગ્ર મેગેઝીનોનો ખુબજ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામા આવ્યો. બજારમાં ઉપલબ્ધ બધા જ મેગેઝીનો જોયા બાદ સૌપ્રથમ દૃષ્ટિએ દેખાય એવી એકજ બાબત ધ્યાને આવી અને તે હતી મેગેઝીનની જાડાઇ... બજારમાં ઉપલબ્ધ તમામ મેગેઝીનો લગભગ 50 કે તેથી વધુ પાના ધરાવતા હતા. આ ઉપરાંત તેમા બિન-જરૂરી લેખોનો ખડકલો કરી દેવાયો હતો અને ઘણા બધા એવા સમાચારો પણ હતા જેને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે કોઇ લેવા ન હતા.

આ બધા નકારાત્મક પાસાઓ જોયા બાદ અમારા દ્વારા તાત્કાલિક એકજ નિર્ણય લેવાયો કે વિદ્યાર્થીઓને એક એવુ મેગેઝીન આપવું જેમાં આ બધા નકારાત્મક પાસાઓનું યોગ્ય સમાધાન આવી જાય અને -- તા. 14મી મે, 2012ના રોજ સાંજે 6.14 વાગ્યે મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનનો પ્રથમ અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ત્યારબાદ પાછુ વળીને જોવાની ફૂરસદ જ નથી મળી અને આજે તા. 23 માર્ચ, 2015ના રોજ આ મેગેઝીનનો 150મો અંક પ્રસિદ્ધ કરવા જઇ રહ્યા છીએ...

છેલ્લા બે વર્ષોના વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો આપણે સૌએ જોયા જ છે અને એ સાબિત થઇ ચુક્યું છે કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સના પ્રશ્નોમાંથી લગભગ તમામ પ્રશ્નોના જવાબો આપણા આ મિનિ મેગેઝીન મન્ડે મ્યુસિંગ્સ માંથી જ મળી આવે છે. ટૂંક સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ મામલતદાર અને ડે. સેક્શન ઓફિસર તેમજ પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર પી.એસ.આઇ., એ.એસ.આઇ. તેમજ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાઓ માટે પણ આ મેગેઝીન વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી નિવડશે તેવો અમોને વિશ્વાસ છે.

આ મેગેઝીનને વધુ ઉપયોગી તેમજ તેની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવા માટે આપના અમૂલ્ય સૂચનો હંમેશા આવકાર્ય છે.

આપનો વિશ્વાસુ,
--R. I. Jadeja

14 May, 2012

Monday Musings


સ્પર્ધાત્મક પરીક્ષાઓના આ યુગમા દરેક વિદ્યાર્થીએ કરંટ અફેયર્સ / સાંપ્રત પ્રવાહોના સતત સંપર્કમા રહેવુ જ પડે છે અન્યથા તેણે સ્પર્ધામાથી બહાર ફેંકાઇ જવાની તૈયારી રાખવી પડે છે. સાંપ્રત પ્રવાહોના સંપર્કમા રહેવા માટે વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો હોય છે જેમકે ટી.વી. સેટ જોઇ અથવા તો સમાચાર પત્ર વાંચીને કરંટ અફેયર્સના સંપર્કમાં રહી શકાય પરંતુ હાલના સમયમા પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે આ બન્ને માધ્યમોમાં જાહેરાતો તથા અન્ય બિન-જરુરી સમાચારોને લીધે સમયનો વ્યય થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને આ પ્રકારનો સમયનો વ્યય કોઇપણ સંજોગોમાં પરવડે નહી. ટી.વી. તથા સમાચાર પત્રો સિવાય અન્ય માધ્યમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના મેગેઝીન છે પરંતુ આવી મેગેઝીનની સામગ્રીમાં સચોટતા જોવા મળતી નથી. આ પ્રકારની મેગેઝીનોમાં એક અંકમાં ઓછામા ઓછી 12 થી 15 ભૂલો જોવા મળે છે તથા આંકડાઓમાં ઘણી વાર ભૂલ હોય છે તેમજ અદ્યતન હોતા નથી. સમાચાર પત્રોમાં ઘણીવાર અગત્યના સમાચારો છાપવામા આવતા જ નથી જેમકે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ સંમ્મેલન અથવા કોઇ દેશોની બેઠક (જેમકે G-20) મળી હોય ત્યારે આ પ્રકારના સમાચાર ગુજરાતી સમાચાર પત્રોમાં મોટા ભાગે જોવા મળતી નથી. પરીક્ષાની દૃષ્ટિએ આ વિગતો એક વિદ્યાર્થી માટે ખુબ જ જરુરી હોય છે.