શુ આપણે જાગૃત નાગરિક છીએ? એના જવાબ મા ઘણા એમ વિચારતા હશે કે આપણે રોજ સમાચાર પત્રો વાંચીને દેશ ની ચિંતા કરીએ છીએ એટલે આપણે એક જાગૃત નાગરિક કહેવાય. પરંતુ શુ ફક્ત ચિંતા કરવાથી જાગૃત નાગરિક થઇ જવાય?
દેશ ને આગળ વધારવા માટે આમ તો ઘણા બધા રસ્તા છે પરંતુ આપણે અહી ફક્ત એક જ રસ્તાની વાત કરવી છે –જાગૃતતા દાખવવાની. આપણામાથી ઘણા ને એમ થશે કે ફક્ત આપણા એક ના જાગૃત થવાથી શુ થવાનુ? બસ, આ જગ્યાએ થી જ આપણે જાગૃત થવાની જરૂર છે અને આ વિચારસરણી બદલવાની જરૂર છે. આમ જોઇએ તો આવી વિચારસરણી મા આપણો કોઇ વાંક નથી, કેમકે આપણને નાનપણ થી જ આ પ્રકાર ની કેળવણી મળી છે. પરંતુ આપણે હાલ ના સમયને અનુરૂપ તેમા ફેરફાર જરૂર કરવો રહ્યો.
