સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ મોબાઇલ પર તૈયારી કરી શકે તે ઉદેશ્યથી RIJADEJA.com વેબસાઈટ દ્વારા એક એવી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તમામ માહિતી અને સાહિત્ય મોબાઇલ પર જ મેળવી શકે.
GK Android App by RIJADEJA.com
RIJADEJA.com એન્ડ્રોઇડ એપની સુવિધાઓ:
આ એપ્લીકેશનમાં અલગ અલગ સેક્શન આપેલ છે જેમાં જે-તે સેક્શન મુજબ અલગ અલગ માહિતીઓ મેળવી શકાય છે. આ બધા સેક્શન નીચે મુજબ છે.
All updates
આ સેક્શનમાં સરકારી ભરતીઓને લગતા તમામ અપડેટ્સ આપવામાં આવે છે. જેમકે, કોઇ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હોય, કોઇ પરીક્ષાનો સિલેબસ (અભ્યાસક્રમ) પ્રસિદ્ધ થયો હોય, કોઇ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હોય વગેરે...Latest Jobs
આ વિભાગમાં ગુજરાત અથવા કેન્દ્ર સરકારની કોઇપણ સરકારી ભરતી હોય તેની માહિતી આપવામાં આવે છે.Test / Quiz
એપ્લીકેશનનો સૌથી અગત્યનો ભાગ ગણાતા આ સેક્શનમાં વિદ્યાર્થીઓ ટેસ્ટ / ક્વિઝ આપી શકે છે અથવા તો રમી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે એક વાર એપ્લીકેશન ડાઉનલોડ કરી લીધા બાદ ઇન્ટરનેટ વિના પણ આ ટેસ્ટ આપી શકાય છે. અમોને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાત જ નહી પરંતુ ભારતની આ પ્રથમ એપ્લીકેશન છે જેમાં ઇન્ટરનેટ વિના પણ આ રીતે ટેસ્ટ આપી તૈયારી કરી શકાય છે.Study Material
સ્ટડી મટીરિયલ નામના આ વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનું એવુ તમામ સ્ટડી મટીરિયલ (વાંચન સામગ્રી) અપલોડ કરેલ છે. દર સોમવારે પ્રસિદ્ધ થતા કરંટ અફેર્સ મેગેઝીન મન્ડે મ્યુસિંગ્સના MM Special નામના વિભાગની તમામ પીડીએફ ફાઇલો પણ આ વિભાગ પર ઉપલબ્ધ છે જેને વિદ્યાર્થીઓ લોગીન કે રજીસ્ટર થયા વિના ફક્ત એક જ ક્લિકમાં જોઇ શકે છે.Current Affairs
કરંટ અફેર્સ નામના આ વિભાગમાં મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનના તમામ અંકો અપલોડ કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ આ મેગેઝીનને પોતાના મોબાઇલ પર સીધુ જ ખોલી અને વાંચી શકે.Contact us
આ વિભાગમાં RIJADEJA.com વેબસાઈટના સંપર્ક વિશેની માહિતી આપેલ છે જેથી કોઇ વિદ્યાર્થીઓને આ એપ્લીક્શન બાબતે કોઇ ફીડબેક આપવો હોય તો સંપર્ક કરી શકે.જનરલ નોલેજની આ એપ્લીકેશન સીધી જ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
0 Comment(s):
Post a Comment