Showing posts with label ક્રાંતિકારી. Show all posts
Showing posts with label ક્રાંતિકારી. Show all posts

23 March, 2014

શહીદ ભગતસિંહ આતંકવાદી ???

Bhagatsinh
Bhagatsinh at Central Jail
મિત્રો, આપણી rijadeja.com વેબસાઇટ અને તેના બ્લોગ પર આપણે લગભગ શૈક્ષણિક બાબતોનો જ ઉલ્લેખ કરીએ છીએ પણ આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ છે ત્યારે હું મારી જાતને આ વિશે લખતા કંઇ રીતે રોકી શકુ ?


આજના દિવસે એટલે કે 23 માર્ચ, 1931નાં રોજ ભારતના ફિલ્મી નહી પણ સાચા હિરો સમાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી.

23 March, 2013

૨૩ માર્ચ - શહિદ દિવસ

આજે તા. 23 માર્ચ એટલે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો શહિદીનો દિવસ. ભારતમાં આ દિવસને ‘શહિદ દિન’ તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય વીરોએ ભારતમાંની રક્ષા કાજે પોતાની જીંદગી કુરબાન કરી હતી. આજના આ યુગમાં આ ભાવના ક્યાંય જોવા મળતી નથી. જો કે બાળપણથી જ જે સંસ્કાર આપણને અપાય તેના પર જ વ્યક્તિના સમગ્ર જીવનનો આધાર હોય છે. આજકાલ માં-બાપ એવુ ઇચ્છતા હોય છે કે તેનું સંતાન કોઇ ફલાણા ફિલ્મી હિરો / હિરોઇન જેવુ બને પણ કોઇ માં-બાપ એવુ નથી ઇચ્છતુ કે મારુ સંતાન શહીદ ભગતસિંહ જેવુ બને... જો કે ભારતમાં સત્તા ભોગવનારા નેતાઓ અને અધિકારીઓમાં પણ આ ભાવના નથી તેથી તેનો અફસોસ કરવાનો કોઇ ફાયદો નથી...

23 March, 2012

23 March, 1931


તા. 23 માર્ચ, 1931

આ તારીખ આપણા આઝાદ ભારતમા એક ઐતિહાસિક તારીખ ગણવામા આવે છે કારણકે આ દિવસે જ આપણા દેશના બહાદુર ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ તથા રાજગુરૂ શહીદ થયા હતા. ભારત દેશની આઝાદી માટે અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનુ બલિદાન આપ્યુ છે. શહીદ ભગતસિંહ ફક્ત 23 વર્ષની પોતાની યુવાનીમા જ દેશ માટે શહીદી પામ્યા. તેઓએ દેશમાટે ઘણા અગત્યના કાર્યો કરી તે સમયના લોકોને દેશ માટે કઇક કરવાની પ્રેરણા આપી.