મિત્રો,
મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી તલાટી અને ક્લાર્ક માટે ફક્ત (???) 1500 જગ્યાઓની જાહેરાત થોડા દિવસો પહેલા જ પ્રસિદ્ધ કરવામા આવી. ‘ફક્ત’ શબ્દ એટલા માટે વાપર્યો, કારણ કે 1500 જગ્યાઓની સામે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે. એકસાથે આટલા બધા ફોર્મ ભરાયા હોવાનું કારણ પરીક્ષાની શૈક્ષણિક લાયકાત (ધોરણ 12 પાસ) છે. ફક્ત 12 પાસ જ લાયકાત માંગી હોવાથી શાળામાંથી હાલમાં જ નિકળ્યા હોય તેવા હજારો નહી પણ લાખો વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યુ છે !!!!
