
આજે ૧૨મી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ. આ દિવસ આપણે સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિતે ઉજવીએ છીએ કારણકે તેઓ આજની તારીખે પણ યુવાનો માટે આદર્શ સમાન છે. તેઓને એક સંત પણ કહી શકાય અને એક વિદ્વાન પણ, એક ગુરુ પણ કહી શકાય અને એક માર્ગદર્શક પણ... ભારતે તેઓના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસનુ બિરુદ આપ્યુ તે પણ એકદમ બંધ બેસતુ જ છે.
પણ શુ આપણે સ્વામી વિવેકાનંદના કોઇ વાક્યોને જીવનમા ઉતારીએ છીએ? સ્વામી વિવેકાનંદના સુવિચારોના પુસ્તકો ફક્ત 4-5 રુપીયાની કિંમતમા બજારમા મળે છે પણ શુ આપણે તે ખરીદવાની દરકાર લઇએ છીએ? આ 4-5 રુપીયાની કિંમતનુ જો કોઇ એક પુસ્તક ભારતના હજારો યુવાનોના જીવનમા ઉતરી જાય તો ભારતનો બેડો પાર થઇ જાય પરંતુ હાલના વાતાવરણમા આવુ કઇ જોવા મળતુ નથી.