23 March, 2015

‘મન્ડે મ્યુસિંગ્સ’ --કરંટ અફેર્સના 150 અંક પૂર્ણ

વિદ્યાર્થી મિત્રો,

આજનો દિવસ ઇતિહાસમાં ખાસ મહત્વ ધરાવતો દિવસ છે કારણ કે આજના દિવસે 23 માર્ચ 1931ના રોજ ભારતવર્ષના મહાન ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી. ભારતમાતાના વીર સપૂતોને નિર્ધારિત તારીખથી એક દિવસ પહેલા જ ફાંસી આપવાનો નિર્ણય તત્કાલિન અમલદારો દ્વારા લેવામાં આવ્યો હતો. જો કે ઇતિહાસકારોના વર્ણન મુજબ બ્રીટિશરોને આવી એક દિવસ અગાઉ ફાંસી આપવાની સલાહ શાંતી પ્રિય ભારતના અહિંસાના પુજારી એમ. કે. ગાંધીએ આપી હતી. ઇતિહાસના ચક્રમાં ન પડતા આ વાત અહી જ પુરી કરીએ તો વધુ યોગ્ય રહેશે... કારણકે આ ચર્ચાનો કોઇ અંત નથી અને જે અંત હોત તે કદાચ એવો હોત કે ભારતના ચલણમાં શહીદ ભગતસિંહનો ફોટો જોવા મળત... પણ અફસોસ… 

આજનો દિવસ માટે બીજી એક રીતે પણ અગત્યો છે કેમકે આજરોજ આપણા મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીને સફળતાપૂર્વક પોતાના 150 અંક પ્રસિદ્ધ કર્યા છે... આજથી લગભગ બે વર્ષ પહેલા 14મી મે, 2012ના રોજ આપણા મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનની શરૂઆત કરવામાં આવી હતી. કરંટ અફેર્સ માટે ગુજરાતમાં અસંખ્ય મેગેઝીનો ઉપલબ્ધ હતા ત્યારે વિદ્યાર્થી જગતને કંઇક નવુ આપવુ એ પડકાર અમારા સમક્ષ હતો. આ પડકારને પહોંચી વળવા માટે સૌ પ્રથમ બજારમાં ઉપલબ્ધ સમગ્ર મેગેઝીનોનો ખુબજ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામા આવ્યો. બજારમાં ઉપલબ્ધ બધા જ મેગેઝીનો જોયા બાદ સૌપ્રથમ દૃષ્ટિએ દેખાય એવી એકજ બાબત ધ્યાને આવી અને તે હતી મેગેઝીનની જાડાઇ... બજારમાં ઉપલબ્ધ તમામ મેગેઝીનો લગભગ 50 કે તેથી વધુ પાના ધરાવતા હતા. આ ઉપરાંત તેમા બિન-જરૂરી લેખોનો ખડકલો કરી દેવાયો હતો અને ઘણા બધા એવા સમાચારો પણ હતા જેને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે કોઇ લેવા ન હતા.

આ બધા નકારાત્મક પાસાઓ જોયા બાદ અમારા દ્વારા તાત્કાલિક એકજ નિર્ણય લેવાયો કે વિદ્યાર્થીઓને એક એવુ મેગેઝીન આપવું જેમાં આ બધા નકારાત્મક પાસાઓનું યોગ્ય સમાધાન આવી જાય અને -- તા. 14મી મે, 2012ના રોજ સાંજે 6.14 વાગ્યે મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનનો પ્રથમ અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ત્યારબાદ પાછુ વળીને જોવાની ફૂરસદ જ નથી મળી અને આજે તા. 23 માર્ચ, 2015ના રોજ આ મેગેઝીનનો 150મો અંક પ્રસિદ્ધ કરવા જઇ રહ્યા છીએ...

છેલ્લા બે વર્ષોના વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો આપણે સૌએ જોયા જ છે અને એ સાબિત થઇ ચુક્યું છે કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સના પ્રશ્નોમાંથી લગભગ તમામ પ્રશ્નોના જવાબો આપણા આ મિનિ મેગેઝીન મન્ડે મ્યુસિંગ્સ માંથી જ મળી આવે છે. ટૂંક સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ મામલતદાર અને ડે. સેક્શન ઓફિસર તેમજ પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર પી.એસ.આઇ., એ.એસ.આઇ. તેમજ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાઓ માટે પણ આ મેગેઝીન વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી નિવડશે તેવો અમોને વિશ્વાસ છે.

આ મેગેઝીનને વધુ ઉપયોગી તેમજ તેની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવા માટે આપના અમૂલ્ય સૂચનો હંમેશા આવકાર્ય છે.

આપનો વિશ્વાસુ,
--R. I. Jadeja

7 comments:

 1. Great Efforts. Thank u very much for this activity,.
  and please continue it.
  Thanks a lot....
  Jai Hind

  ReplyDelete
 2. Thanks sir
  There is time for all things

  ReplyDelete
 3. I also thanks your team members...

  ReplyDelete
 4. ખુબ ખુબ આભાર
  મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીન ગ્રામીણ વિઘાથી માટે વરદાન રુપી છે.


  thanks rijadeja

  ReplyDelete