પ્રિય વિદ્યાર્થી મિત્રો,
આપ સૌને જણાવતા ખુબ આનંદ થાય છે કે તા. 14 મે, 2012ના રોજ કોઇપણ પ્રકારના પ્લાનીંગ વિના શરૂ કરેલ આપણા કરંટ અફેર્સના મેગેઝીન ‘મન્ડે મ્યુસિંગ્સ’ને આજરોજ સફળતાપૂર્વક 3 વર્ષ પુરા થયા છે. :) અત્યાર સુધીમાં આ મેગેઝીનના કુલ 157 અંક ઓનલાઇન પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.
દોઢ વર્ષ પહેલા વિદ્યાર્થીઓની માંગને અનુસરતા આ મેગેઝીનનું પ્રિન્ટેડ સ્વરૂપ પણ ‘નહી નફો, નહી નુકશાન’ ના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું, પણ ભારતીય પોસ્ટ વિભાગની ‘કૃપા’ થી તેને લાંબો સમય ચલાવી શકાયું નહી અને ફક્ત 6 મહીનામાં બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ, આ મેગેઝીન માંથી કોઇ જ નફો ન કરવાની ગણતરીને પગલે મેગેઝીનને વિદ્યાર્થીઓના લાભાર્થે ફરીથી ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું સાથોસાથ પ્રિન્ટેડ વર્ઝનના તમામ અંકો પણ ઓનલાઇન અપલોડ કરી દેવામા આવ્યા જેથી વિદ્યાર્થીઓની કરંટ અફેર્સની આ યાત્રામાં ગાબડુ ન પડે.
એ વાત જણાવતા હું ખુબ હર્ષની લાગણી અનુભવુ છું કે દર અઠવાડિયે ફક્ત અમુક પાનાઓ ધરાવતું આ મેગેઝીન સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં કરંટ અફેર્સને એ રીતે કવર કરી લે છે કે છેલ્લા 3 વર્ષમાં લેવાયેલ લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સનો એકપણ પ્રશ્ન આ મેગેઝીનથી બહાર પુછાયો નથી. બજારમાં અન્ય મેગેઝીનો પણ ઉપલ્બધ છે જ પરંતુ ભારે કિંમત અને પાનાઓનો ઢગલો હોય ત્યારે તેની બહાર પ્રશ્ન ક્યાંથી જવાનો? જ્યારે મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીન એકદમ ટૂંકા સ્વરૂપે એટલે કે નોટ્સ સ્વરૂપે કરંટ અફેર્સ આપીને પણ પરીક્ષાને લગતા તમામ કન્ટેન્ટને કવર કરી લે છે.
આપ સૌ વિદ્યાર્થીઓને આ મેગેઝીન ખુબ જ ઉપયોગી થયું હશે તેનો મને પુરેપુરો વિશ્વાસ છે. આ મેગેઝીન માટે આપના સૂચનો હરહંમેશ આવકાર્ય છે. આપના સૂચનો અમોને ફીડબેક પેઇજ પર જરૂરથી આપશો.
આપનો વિશ્વાસુ,
--R. I. Jadeja
thanks for the Amazing post
ReplyDeleteGovt Jobs 2015-16