સ્પર્ધાત્મક પરીક્ષાઓના આ યુગમા દરેક વિદ્યાર્થીએ કરંટ અફેયર્સ / સાંપ્રત પ્રવાહોના સતત સંપર્કમા રહેવુ જ પડે છે અન્યથા તેણે સ્પર્ધામાથી બહાર ફેંકાઇ જવાની તૈયારી રાખવી પડે છે. સાંપ્રત પ્રવાહોના સંપર્કમા રહેવા માટે વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો હોય છે જેમકે ટી.વી. સેટ જોઇ અથવા તો સમાચાર પત્ર વાંચીને કરંટ અફેયર્સના સંપર્કમાં રહી શકાય પરંતુ હાલના સમયમા પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે આ બન્ને માધ્યમોમાં જાહેરાતો તથા અન્ય બિન-જરુરી સમાચારોને લીધે સમયનો વ્યય થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને આ પ્રકારનો સમયનો વ્યય કોઇપણ સંજોગોમાં પરવડે નહી. ટી.વી. તથા સમાચાર પત્રો સિવાય અન્ય માધ્યમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના મેગેઝીન છે પરંતુ આવી મેગેઝીનની સામગ્રીમાં સચોટતા જોવા મળતી નથી. આ પ્રકારની મેગેઝીનોમાં એક અંકમાં ઓછામા ઓછી 12 થી 15 ભૂલો જોવા મળે છે તથા આંકડાઓમાં ઘણી વાર ભૂલ હોય છે તેમજ અદ્યતન હોતા નથી. સમાચાર પત્રોમાં ઘણીવાર અગત્યના સમાચારો છાપવામા આવતા જ નથી જેમકે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ સંમ્મેલન અથવા કોઇ દેશોની બેઠક (જેમકે G-20) મળી હોય ત્યારે આ પ્રકારના સમાચાર ગુજરાતી સમાચાર પત્રોમાં મોટા ભાગે જોવા મળતી નથી. પરીક્ષાની દૃષ્ટિએ આ વિગતો એક વિદ્યાર્થી માટે ખુબ જ જરુરી હોય છે.
ઉપરોક્ત પરિસ્થિતિનો તાગ મેળવી ગુજરાતી ભાષામાં એક સંપૂર્ણ ઇ-મેગેઝીન બનાવવાની ઘણા સમયથી મારી ઇચ્છા હતી પરંતુ સમયના અભાવે એ શક્ય બની શકતુ ન હતુ પરંતુ હવે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટ્યો છે તથા ગુજરાત રાજ્યમાં જ ડિસેમ્બર, 2012 સુધીમાં લગભગ 54,000 જગ્યાઓ ભરવાની છે ત્યારે આ મેગેઝીન પ્રકાશિત કરવુ ખુબ જ જરુરી બની ગયુ હતુ. તેથી આજ રોજ તા. ૧૪ મે, ૨૦૧૨ના રોજ Monday Musings નામનુ આ મેગેઝીન પ્રકાશિત કરી રહ્યો છુ. Monday Musings નામનો અર્થ “સોમવારના વિચારો” એવો થાય છે. મેગેઝીનના નામ અનુસાર આ મેગેઝીન દર સોમવારે પ્રસિદ્ધ કરવામા આવશે જેનો પહેલો અંક આજ રોજ પ્રકાશિત થઇ ચુક્યો છે.
શરુઆતના ધોરણે આ મેગેઝીન મહત્વના સમાચારપત્રોની પરીક્ષાલક્ષી વિગતો આવરી લેશે. મેગેઝીનમા બધી પ્રકારના પરીક્ષાલક્ષી સમાચારોને રજૂ કરવામા આવશે જેમકે દુનિયા, ભારત, ગુજરાત, આર્થિક, રમત-ગમત, વિજ્ઞાન અને ટેક્નોલૉજી વગેરે... કૉલમ નામના વિભાગમાં અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા લેખો રજુ કરવામા આવશે.
આશા છે આ મેગેઝીન વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી થશે તેમજ વિદ્યાર્થીઓએ કરંટ અફેયર્સ સાથે જોડાઇ રહેવા આ મેગેઝીન સિવાય બીજી કોઇ સામગ્રીનો ઉપયોગ ન કરવો પડે તેવા મારા પ્રયાસો રહેશે.
Keep it up sir. We shall always with u.
ReplyDeletegreat work big bro.(sir)..proud of you..bro. i m following you b'coz i want to clear gpsc exam for my jadeja(kshtriya) family and become a strong person..
ReplyDeletesuch a great job.
ReplyDeleteSorry me tamaro blog 3 week pa6i vanchyo pan me tamara traney issue dwnld karya ane mane khubaj gamya.
Ema j nani nani vato ne tame imp apyu 6 te kharekhar sarahniy 6.
me sambhdyu htu k guru vina gyan adhuru 6, te vat aje khrekhar sachi lage 6, tame 1 guru banine rah chindhyo 6. Hu prayatna karis k tamara chindhela marg pan safadta rupi prasad medvi tamne best gurudakshina arpit karu.
Bhavik shroff.
Its a good social work
ReplyDeletekhubaj saras magagine chhe,
ReplyDelete