આજના આ ઝડપી યુગમાં આપણે જોઇએ છીએ કે લોકો સ્પર્ધામાં ટકી રહેવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. સ્પર્ધાત્મક વાતાવરણમા માનવીની એવી હાલત છે કે દરેક જગ્યાએ તેને પોતાની દૃષ્ટિ રાખવી પડે છે અન્યથા સ્પર્ધામાથી બહાર ફેંકાઇ જવાની તૈયારી પણ રાખવી જ પડે છે.
સ્પર્ધામાં ટકી રહેવા માટે દરેક મહેનત કરવી જોઇએ તે વાત એક લેવલ પર માની શકાય પરંતુ જ્યારે પણ કોઇ વાતનો અતિરેક થાય ત્યારે તે નુકશાન કારક નિવડે તે પણ એક સનાતન સત્ય છે. એવુ જ કંઇક રોજગારલક્ષી વેબસાઇટ્સ, બ્લોગ્સ અને ન્યૂઝની બાબતમા જોવા મળે છે.