24 November, 2014

સમાચારપત્રોમાં આવતા સમાચાર હંમેશા સાચા નથી હોતા...

gujarat police bharti
Click on image to view larger
ગુજરાતમાં હાલમાં જ પી.એસ.આઇ., એ.એસ.આઇ. અને લોકરક્ષકની કુલ 8,450 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે, જેમાં મહિલાઓને અનામતની સાથે સાથે વિશેષ છૂટછાટ પણ આપવામાં આવી છે.

કોઇ વિશેષ વર્ગને સરકાર દ્વારા વિશેષ સુવિધાઓ અપાય ત્યારે સ્વાભાવિક રીતે જ તેનો પ્રચાર પ્રસાર કરવામા આવે છે. મોટાભાગે આવુ કરવા માટે અધિકારીઓ, નેતાઓ છાપાઓ / સમાચારપત્રોનો ઉપયોગ કરતા હોય છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં પણ કંઇક આવુ જ બન્યુ. તા. 24 નવેમ્બર, 2014નાં દિવ્ય ભાસ્કરમાં એવા સમાચાર ચળક્યા કે "મહિલા પોલીસની ભરતી માટે 5 કિ.મી. દોડ રદ" !!!

ન્યૂઝપેપરના રિપોર્ટરએ આ ન્યૂઝ આંખો બંધ કરીને સાંભળી લીધા અને લાખો લોકો જેના પર વિશ્વાસ કરે તેવા ન્યૂઝપેપરમાં છાપી પણ દીધા. તેઓએ આ બાબતે વિગતો મેળવવાની તસ્દી ન લીધી. વિગતો મેળવવી જરૂરી એટલા માટે હતી કે ગુજરાત પોલીસ ભરતીમાં 5 કિ.મી. દોડ મહિલાઓ માટે ભૂતકાળમાં પણ ક્યારેય હતી જ નહી. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ ભરતીના જવાબદાર અધિકારી મનોજ અગ્રવાલના નામ સાથે તેમની ટીપ્પણી રજૂ કરી છે જો કે આ ટીપ્પણીમાં 5 કિ.મી. દોડનો ઉલ્લેખ હોવાને બદલે ફક્ત 33% અનામતની જ વાત કરવામાં આવી છે.

વાતનો સારાંશ એટલો જ છે કે લોકશાહીમાં ચોથી જાગીર ગણાતા સમાચારપત્રોએ આ પ્રકારના સમાચાર છાપતા પહેલા વિચાર કરવો જોઇએ. અગાઉ પણ એક કોચીંગ સેન્ટરના કહેવાથી જીપીએસસી વર્ગ 1-2 પ્રિલીમ પરીક્ષાનું મેરીટ ફક્ત 197 માર્ક્સ રહેશે તેવા પાયા વિનાના સમાચાર છાપવામા આવ્યા હતા જેની વાસ્તવિકતા આપણે rijadeja.com પર પુરી વિગતો સાથે આપી હતી. આવી સ્થિતિમાં લોકોએ અને ખાસ તો યુવાનોએ સમાચારપત્રોમાં આવતા તમામ સમાચારોને સાચા માની તેને વૉટ્સએપ કે ફેસબુક જેવા માધ્યમથી ફેલાવવા ન જોઇએ.

નોંધ: આ બાબતની સાબિતી માટે પોલીસ ભરતીની 2011-12 અને 2014-15 બન્ને ભરતીની ઓફિશીયલ જાહેરાતની લિંક અહી ઉપલબ્ધ છે જેના પર જોઇ શકાય છે કે મહિલાઓ માટે 5 કિ.મી. દોડ ક્યારેય હતી જ નહી.

આપનો કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો.

--R. I. Jadeja

11 comments:

  1. We can't trust on newspapers. Thanks for article

    ReplyDelete
  2. 110% RIGHT... NEWS AUR MEDIA AB KHUD HI APNI IMAGE DOWN KAR RHI HE

    ReplyDelete
  3. Very important article for blind readers and innocent people

    ReplyDelete
  4. it's right...!

    સમાચાર પત્રો વાળા પોતાની પેઢી હોય તેમ મનમાં આવે તે છાપવા માંડે છે.આ લોકો ઉપર લગામ રાખવી જરૂરી છે.

    R.I.JADEJA......તમે એકદમ સાચા છો.....!

    ReplyDelete
  5. thanks to give us right information...we always follows rijadeja.com news

    ReplyDelete
  6. અત્યારના સમય માં કોઈ પણ પત્રકાર ઉપર વિશ્વાસ રાકવા જેવો સમય નથી બધા પત્રકાર પૈસા ની લાલચ માં આવીને ગમેતે કરતા વિચારતા નથી

    ReplyDelete