વિદ્યાર્થી મિત્રો, આજે તા. 12 જાન્યુઆરી એટલે કે ભારતીય યુવાઓના મહાન આદર્શ શ્રી સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ છે. સ્વામીજીએ આ પૃથ્વી છોડ્યાને 113 વર્ષ પછી પણ તેમના તેજમાં કોઇ કમી નથી આવી, ઉલ્ટુ યુવાઓમાં તેમના માટે આકર્ષણ વધતુ જ જાય છે.
થોડા મહિનાઓ પહેલા ભારતમાં લોકસભાની ચુંટણીઓ (વર્ષ 2014) ચાલતી હતી ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ભારતના યુવાઓના આદર્શ અને મહાન સંત શ્રી સ્વામી વિવેકાનંદના ચહેરાનો ભરપૂર ‘ઉપયોગ’ કરાયો હતો. ચુંટણી સમયે યુવાનોને આકર્ષિત કરવા માટે દેશભરમાં સમગ્ર જગ્યાએ કરોડો રૂપીયાનો ખર્ચ કરીને સ્વામીજીના બેનરો / પોસ્ટરો લગાવાયા હતા. પરંતુ આજે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને વિવિધ કાર્યક્રમો ગુજરાતમાં યોજાઇ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા સ્વામીજીને 1% પણ યાદ કરવામા નથી આવ્યા. આ સમીટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાનુભૂવો અને વિવિધ ઉદ્યોગપતિઓ આવવાના છે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ ઝળકાવનાર સ્વામી વિવેકાનંદ કોઇ નેતાને કેમ યાદ ન આવ્યા? શું ફક્ત યુવા વર્ગને મતદાનમાં આકર્ષવા માટે જ સ્વામી વિવેકાનંદના ચહેરાનો ‘ઉપયોગ’ કરાયો હતો?
હાલ આ બધા કાર્યક્રમોમાં સરકાર દ્વારા ફક્ત અને ફક્ત મોહનદાસ ગાંધીને જ ભારતના ‘હિરો’ તરીકે દર્શાવવામાં આવી રહયા છે. ગાંધી સિવાય ભારતમાં બીજા અસંખ્ય આંદોલનકારીઓના નામ છે જેમની મદદ વિના કદાચ સ્વતંત્રતા શક્ય નહોતી, આવા નામોમાં મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સુખદેવ થાપર, શિવરામ રાજગુરૂ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય, બાળ ગંગાધર ટીળક, રામપ્રસાદ બિસ્મિલ વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા સ્વતંત્રતા સેનાનીઓના નામની એકપણ નોંધ લીધા વિના ફક્ત ગાંધી જ શા માટે? શું ગાંધી ચિંધ્યા માર્ગે આપણો શાંતિ પ્રિય ભારત દેશ આતંકવાદ અને નક્સલવાદ જેવા કેન્સર સામે લડી શકશે? શું આતંકવાદીઓની AK-47 જેવી બંદૂકો સામે મોહનદાસ ગાંધીના ઉપવાસો ચાલશે? નહી જ ચાલે. આ પ્રકારની ગતિવિધિઓ સામે લડવા માટે શહીદ ભગતસિંહના વિચારોનો અમલ કરવો જ પડશે.
વિચારવા જેવી બાબત એ છે કે સ્વામીજીના જન્મ દિવસના દિવસે જ આવા કાર્યક્રમો યોજાય છે ત્યારે મિડીયા અને વિરોધ પક્ષને પણ આ બાબત ધ્યાને ન આવી. જો કે હાલના રાજકીય પક્ષો પાસે આપણે આવી જ અપેક્ષા રાખી શકીએ... સરકાર, રાજકીય પક્ષો અને મિડીયા દ્વારા ભલે સ્વામી વિવેકાનંદની ઉપેક્ષા કરવામાં આવી પણ એ મહાન આત્મા આજે વર્ષો પછી પણ યુવાઓના મનમાં અમર જ રહેશે. તેમણે આપેલા દરેક સુવાક્યો ભારતના દરેક યુવાઓને જુસ્સો આપતા જ રહેશે. ફરી એકવાર સ્વામીજીના એક અમર સંદેશને યાદ કરી તેમજ તેને અનુસરી તેમને જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓ આપીએ... ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો.
--by R. I. Jadeja
આપનો અભિપ્રાય નીચેના બોક્સમાં જરૂરથી આપશો...
simply our politicians are using the name of out great freedom fighters and as a voter we should be well aware about it and we should punish them in the election.
ReplyDeleteu r right....
ReplyDeleteગન્દુ રાજકારન............
ReplyDeleteAA VIBRANT SARKAR NI STRATIGY J 6E. NOTTH MA JAYNE VIKRAM BATRA JI ANE ARMY JAWANO NE YAD KARSE , EAST MA JAYNE SANSKRUTI NI MOTI MOTI VATU THOKSE , RAJASHTHAN JAYNE RAJPUT KING NE YAD KARSE UP MA M M MALAVIYA , ETC... BJP NA TAYFA TO REHVANA J . INC PAN BHULI J GAY 6E SIRG
ReplyDeleteCheck the official Facebook page of CM Anandiben patel here is the some quote she posted
ReplyDelete"Before initiating #VibrantGujarat2015 engagements today, offered floral tributes to Swami Vivekananda on his birthday anniversary. A great messenger of Indian ethos & values, Swami Vivekananda's thoughts influenced the whole world. On National Youth Day, let us pledge to build an India where our young generation plays an instrumental role in shaping future of the country!"
Right
ReplyDeleteApne haju aa abhan netao na azad gujam 6ie.
ReplyDeletejust for vote
ReplyDeletehave samay aava swarthi netao ne sabak sikhvadvano atle 100% voting sacha neta ne thay te jaruri che jo vote na karo to aapne kai bolvano adhikar nathi
ReplyDeleteRIGHT
ReplyDeleteYou Are Always Right
ReplyDeleteaa ne to politics kehvay time to time change his rule selfish goverment...
ReplyDeleteસાહેબ આ Vibrant કોરા કાગળ પર ની ફકત ગુજરાત સરકાર ની પ્રસંશા કરવા મા આવે છે લાખો ના MoU Sing થતા દશૅવ્વા માં આવૅ છે. પરંતુ કેટલા Implement થયા?
ReplyDeleteઆજે ગુજરાત માં મહારાષ્ટ્ર કરતા વધુ બેરોજ્ગારી નું પ્રમાણ છે. બકવાસ છે.
ryt RIJADEJA i am totally agreed
ReplyDeleteJe vato ane kararo kre che enu parinam nakkr ave to j vibrant gujarat k pchi digital india safad che baki to badhu paisa nu pani j che
ReplyDeleteThat is Called Indian Politics
ReplyDeletejago yuvano jago
ReplyDeleteJE POTANA SWARTH MATE KOY PAN NO UPYOG KARI SAKE 6, TENE J AJNA YUVANO PASAND KARE 6.AJNA YUVANO NE SACCHI HAKIKAT JOVI NATHI BAS MELA ANE RANGA RANG KARYKAMO KARNARA JADUGR NE J JOVA GAME 6
ReplyDeleteRajneeti hathi na dant jevi se chavavana alag ane dekharvana alag .....
ReplyDelete