આજે 12મી જાન્યુઆરીનો પવિત્ર દિવસ છે. પવિત્ર એટલા માટે કે ભારતના મહાન અને પવિત્ર સંત શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે. શ્રી વિવેકાનંદજીના સુવાક્યો અને સૂચનો માત્ર 2-3 રૂપીયાની નજીવી કિંમતે નાનકડી પુસ્તિકાના સ્વરૂપે બજારમા મળે છે. પણ શું એ પુસ્તિકા વાંચીને આપણે તેને અમલમાં મુકીએ છીએ ? આ પ્રશ્નનો જવાબ આપણે જ આપણા મનને આપવાનો છે... ફક્ત રાજકીય પ્રચાર માટે જ સ્વામીજીની યાદ આ ભારતને 151 વર્ષે આવી છે. ક્યાં કારણથી યાદ આવી તે આપણા માટે અગત્યનું નથી પણ યાદ આવી તે અગત્યની અને આવકારદાયક બાબત છે. પણ શું ફક્ત સ્વામીજીના પોસ્ટરો લગાવવાથી તેમના વિચારો અમલમાં આવશે ? વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ જ છે. આ સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરવાનો પ્રયાસ rijadeja.com વેબસાઇટના જ એક ફેમીલી મેમ્બર દ્વારા કરવામાં આવ્યો છે.
Poem for Swami Vivekanand's 151 birthday |
0 Comment(s):
Post a Comment