17 September, 2013

સફળતા માટે જરૂરી 3 H


3H
મિત્રો, આપણે સહુ જે કંઇ કામ કરતા હોય તેમાં સફળતા મેળવવી એ આપણો ધ્યેય હોય છે પછી તે વિદ્યાર્થી હોય, ધંધાર્થી હોય કે અન્ય કોઇ પરંતુ તેનો મુખ્ય ધ્યેય પોતાના કાર્યમાં સફળ થવાનો હોય છે.

સફળ થવા માટે આપણે સૌ મહેનત કરતા હોઇએ છીએ પરંતુ તે મહેનત સાચી દિશામા હોવી ખુબજ જરૂરી છે. જો મહેનત સાચી દિશામાં નહી હોય તો તે મજૂરી બની જશે અને સફળ થવામાં વિલંબ થઇ શકે છે.

હાલમાં જ જામનગર શહેરમાં યોજાયેલ “સ્કુલ લીડર્સ સમીટ”માં હાજરી આપી ત્યારે ત્યા આદરણીય સોઢા સાહેબે આ બાબતે એક ખુબજ મહત્વની વાત કહી કે સફળ થવા માટે આપણા જીવનમાં 3 H હોવા ખુબજ જરૂરી છે. આ બાબતમાં 2 H આપણે સૌ વાપરીએ જ છીએ "Head" અને "Handએટલે કે મગજ વડે વિચારી અને હાથ દ્વારા આપણે કાર્ય કરતા હોઇએ છીએ પરંતુ આ બન્ને H માં જો એ વધારાનો H એટલે કે "Heartલગાવી દેવામાં આવે તો તે કાર્યમાં સફળતા ચોક્કસ મળે છે.

મિત્રો આ વાતને અનુસરીને તમે જો પરીક્ષાની તૈયારી કરશો, એટલે કે મનને પરીક્ષાની તૈયારીમાં લગાવશો તો ચોક્ક્સ સફળ થશો જ તે વાતની ખાતરી રાખજો.

આપ સૌના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ...

3 comments:

  1. I want to say Thanks from behalf of all the students for providing us such a valuable guidance...

    Once again Thanks a lot Sir....

    ReplyDelete