26 November, 2012

ભારત દ્વારા આતંકવાદીને ફાંસી (!!!)


ભારત જેવા શાંતી પ્રિય (!!!) અને ઠંડા દેશ દ્વારા મુંબઇ હુમલામાં કસૂરવાર અને તમામ આતંકવાદીઓ પૈકી બચેલા એક માત્ર આતંકવાદીને થોડા દિવસ પહેલા જ એક ગુપ્ત ઓપરેશન OPERATION X માં ફાંસી આપવામાં આવી.

આપણે જોઇએ છીએ કે અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશો આ પ્રકારના ગુપ્ત ઓપરેશનો કરી અને પોતાના દેશને આતંકવાદીઓથી બચાવતા હોય છે. ભારતમાં આવુ કરવુ એ એક સપના સમાન હતુ પરંતુ આખરે ભારતે આ પગલુ ભર્યુ. 
અમુક પાડોશી દેશોના આટલા બધા આતંકનો સામનો કરવાને બદલે પોતે શાંતી પ્રીય હોવાનો દેખાવ કરતા ભારતે શુ આ પગલુ દેશના ભલા માટે ભર્યુ કે પછી આ પગલા પાછળ પણ કોઇ રાજકીય હીત છે? કારણ કે રાજ્યની વિધાનસભાની ચુંટણી માથા પર છે અને કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા માટે કોઇ નક્કર પગલા પણ લીધા ન હોવાની ચર્ચા વિરોધ પક્ષો દ્વારા વારંવાર થતી હતી.

જે હોય તે, પણ આ ફાંસી આપવાનુ પગલુ એકદમ જરૂરી હતુ. ફાંસીના સમાચાર સાંભળ્યા બાદ તુરંત જ તેની અસર પાડોશી દેશોને થઇ અને ત્યાના રાજકારણીઓએ ત્યાની સરકારને સૂચન કર્યુ કે ભારતીય સૈનિક અને હાલ પાકિસ્તાનની જેલમાં રહેલા સરબજીતસિંઘને પણ ફાંસી આપવાનુ પગલુ તાત્કાલિક ભરવુ જોઇએ.

આ એક આતંકવાદીને ફાંસી આપ્યાના 2 દિવસમાં જ કેન્દ્રીય ગુપ્તચર એજંસીઓએ ખાડીના દેશોમાં થતા કુલ 40 થી વધુ શંકાસ્પદ કોલ રેકોર્ડ કર્યા. જેમાં ‘ફાંસી’, ‘કસાબ (આતંકવાદી)’, ‘બદલો’ વગેરે જેવા શબ્દો હતા. આ કોલ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ ફરીથી સતર્ક થઇ ગઇ છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે એન.એસ.જી. અને અન્ય સુરક્ષા એજંસીઓ ભારતના રાજનેતાઓની સુરક્ષા કરે કે દેશની? કેમકે અતિ-કઠોર તાલિમ બાદ નેશનલ સિક્યુરીટી ગાર્ડના જવાનોને રાજનેતાઓની સુરક્ષા કરવી પડે છે. ઉપરાંત ચુંટણીના માહોલમાં વ્યસ્ત સરકાર કદાચ દેશની સુરક્ષામાં વધુ ધ્યાન નહી આપી શકે તે પણ એક કડવી હકીકત છે.

“આમ આદમી”ની વાતો કરનારી સંસ્થાઓ અને સાચો આમ આદમી કશુ કરી શકે નહી તેવી હાલતમાં છે અને દેશ આ જ રીતે ‘રામ ભરોસે’ ચાલી રહ્યો છે...

--R. I. Jadeja

1 comment:

  1. Very nice article! I totally agree with you sir. Thanks for sharing your thoughts.

    ReplyDelete