12 January, 2013

સ્વામી વિવેકાનંદ - ૧૫૦મી જન્મ જયંતિ

શ્રી સ્વામી વિવેકાનંદજીની આજ રોજ ૧૫૦મી જન્મ જયંતિ છે. આ વિશ્વને "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો" જેવા મહાન અને ઉચ્ચ વિચારો આપનાર સ્વામીજી જેવા વ્યક્તિ ભારત દેશમાં જનમ્યા તે આપણા દેશ માટે એક ગૌરવની વાત છે.

સ્વામીજી એ મહાન હસ્તી છે કે જેમણે આપેલા સોનેરી વાક્યો આજે પણ યુવાઓ માટે આદર્શ છે. તેઓએ યુવાનોને કહ્યુ કે ભગવત ગીતા વાંચવાને બદલે તેઓએ ફુટબૉલની રમત રમવી જોઇએ કારણકે જો તેઓના સ્નાયુ મજબૂત હશે તો જ તેઓ ગીતાજીમાં રહેલા શ્રી કૃષ્ણની વિરાટ પ્રતિભાને જોઇ શકશે અને સમજી શકશે. તેઓએ એ વાત પર પણ ખાસ ભાર મુકેલો કે યુવાનોએ વ્યસનથી દુર રહેવુ જોઇએ જેથી રાષ્ટ્રની યુવા સંપતિનો રાષ્ટ્ર માટે યોગ્ય ઉપયોગ થઇ શકે.
ખરેખર જ્યારે આજે એક એક ગલીના નાકે 12-15 વર્ષના યુવાનને માવા-મસાલા ખાતો જોઇએ ત્યારે ખુબ જ દુ:ખની લાગણી થાય છે. જો કોઇ ભણેલ વ્યક્તિ આવા યુવાનોને આ બાબતે ઉપદેશ આપે તો તેઓને તે "ભાષણ" લાગે છે અને પાછળથી તે ભણેલ અથવા તો અનુભવ થયેલી વ્યક્તિનો મજાક ઉડાવે છે. ભારતમાં ઘણા ખરા રાજ્યોની સરકારોએ પણ ગુટખા પર પ્રતિબંધ મુક્યો છે પરંતુ આવો પ્રતિબંધ મુક્યા બાદ તો ગુટખાના વેંચાણમાં કાળા બજાર થવા લાગ્યુ છે. કાયદાથી બચવાના બહાને અમુક દુકાનદારો "મોતની પડીકી" બે થી ત્રણ ગણા ભાવે વેચાણ કરે છે. સરકાર આ બાબતે વિચારવા માટે સમય ન હોય તેવુ લાગી રહ્યુ છે. મા-બાપને જાણે સંતાનોના ભવિષ્યની ચિંતા ન હોય તે પણ સ્પષ્ટ દેખાય છે.

દેશના યુવાનો જ્યારે પોતાને વ્યસનથી મુક્ત કરશે ત્યારે જ સ્વામીજી ને સાચી શ્રદ્ધાંજલી આપી ગણાશે. સરકારશ્રી કદાચ ગાઢ નીંદ્રામાં પોઢી ગઇ હોય ત્યારે દેશના નાગરિકોએ જ આ ઝુંબેશ ઉઠાવી અને અન્ય લોકોને વ્યસનના ગેરલાભ જણાવી અને તેઓને વ્યસન મુક્ત કરવા માટેના પ્રયાસો કરી સાચી દેશસેવા કરવી જોઇએ.

જય હિન્દ, જય ભારત...

15 comments:

  1. Very nice article! Thank you Mr. R. I. Jadeja

    ReplyDelete
  2. જય હિન્દ

    આજના આ શુભ દિવસે તમારું આ લેખિત પુષ્પની શુભેચ્છા થી વધુ સ્વામીજીને મોટી ભેટ ના જોઈએ.અને તમે તમારા કાર્યથી જે સારું કરી રહ્યા છો એમાં વધારો જેમ થશે એમ એમ ખરેખર સ્વામીજીને જોઈતી યુવાની સાર્થક થશે.

    ReplyDelete
  3. જય હિન્દ
    લેખિત પુષ્પ આપ્યું સ્વામીજીને એનાથી મોટી કોઈ ભેટ ના હોય ....અને શિક્ષણ ક્ષેત્રે આપ જે કરી રહ્યા છો એમાં જેમ જેમ વધારો થશે તેમ સ્વામીજીને જોતી યુવાની સાર્થક થશે....આ ભગીરથ કાર્ય માટે આભાર અને એમાં નિરંતર સફળતા મળે એવી પ્રભુને પ્રાથના.....

    ReplyDelete
  4. such a nice article...bapu..inspirational lines....

    ReplyDelete
  5. WE SALUTE WITH HEART TO GREAT MONK OF INDIA.....CHAMPAK

    ReplyDelete
  6. Nice lines by RI. Thank you sirji

    ReplyDelete
  7. Great work sir for this article & your information about " YUG PURUSH "

    ReplyDelete
  8. Good Article and Good work which you are doing......... I like your all policies and all article......

    ReplyDelete
  9. very good sir!ajan yuvano aa babatma vichre to saru?

    ReplyDelete
  10. Superb and Vere spontanous written article sir.Jay Vivekanand.

    ReplyDelete
  11. This is very very important but not only Govt is responsible to cure, a Society and we the people should initiate such movement because Ultimate rulers of men are their mind and we have to put this truth in the mind of tobacco habitual people Govt prohibition can't fully implement it sir u are doing very nice activity so I suggest u to add a feather in your crown and let's we start together. I register my self on your site that I am not Tobacco chewer and I want to do something abt that with U

    ReplyDelete