12 September, 2012

૧૧ સપ્ટેમ્બર – ઐતિહાસિક દિવસ

૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ --ભારત દેશ માંટે ખુબ જ અગત્યની તારીખ છે. આ જ તારીખે આપણા સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપ્યુ હતુ. ઇતિહાસકાર હોટને આ દિવસ માટે આ પ્રકારનુ વાક્ય લખ્યુ હતુ “૧૯મી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી હતી.” ખરેખર તે સર્વશ્રેષ્ઠ પળ જ હતી કારણકે વિશ્વભરના હજારો ધર્મ વિશેષજ્ઞો આ પરિષદમાં હાજર રહ્યા હતા. પરિષદની વિશાળતા તે બાબતથી જ સ્પષ્ટ થાય છે કે તેની તૈયારી કરવા માટે આયોજકોએ સમગ્ર વિશ્વમાં કુલ દસ હજાર પત્રો લખ્યા હતા અને અંદાજે ચાલીસ હજાર જેટલા દસ્તાવેજો બહાર પાડ્યા હતા.


સ્વામીજી એ દિવસે બપોર પછીના સમયમાં બોલવા માટે ઊભા થયા હતા. અન્ય પ્રતિનિધિઓ પોતાના તૈયાર ભાષણો વાંચી ગયા હતા પરંતુ સ્વામીજીએ એવી કોઇ તૈયારી કરી ન હતી. કમિટીના ડૉ. બેરોઝે પરિચય આપ્યા બાદ સ્વામીજીએ સરસ્વતી સ્તુતિ કર્યા બાદ પોતાના વકતવ્યની શરૂઆત આ શબ્દો વડે કરી... “મારા અમેરિકન ભાઇઓ અને બહેનો...” સ્વામીજી આ શબ્દોથી આગળ કશુ બોલે તે પહેલા જ હાજર રહેલા પ્રતિષ્ઠિત પ્રેક્ષકોએ તાળીઓનો ગળગળાટ શરૂ કર્યો જે આગળની પુરી બે મિનિટ સુધી થંભવાનો ન હતો. ગળગળાટ વધુ ચાલ્યો હોવાનુ મુખ્ય કારણ એ હતુ કે અમેરિકનોએ આ પ્રકારનો સંવાદ પહેલી વાર સાંભળ્યો હતો, તેઓ તો લેડીઝ એન્ડ જેન્ટલમેન સાંભળવાને જ ટેવાયેલા હતા, આ પ્રકારનુ સ્નેહભર્યો સંવાદ અન્ય વ્યક્તિ દ્વારા તેઓએ પ્રથમવાર જ સાંભળ્યો હતો .

ત્યારબાદ સ્વામીજીએ હિંદુ ધર્મ વિશે વિશેષ આખ્યાન આપ્યુ. તેઓના અમુક શબ્દો ઇતિહાસમાં ખુબ સારી રીતે નોંધાવાના હતા જેમકે, જગતના પ્રાચીન સંન્યાસી સંઘનેનામે હુ તમારો આભાર માનુ છુ, સર્વ ધર્મોની જનનીના નામે હુ તમારો આભાર માનુ છુ, તમામ વર્ગો અને સંપ્રદાયોના લાખો હિન્દુઓ વતી હુ તમારો આભાર માનુ છુ વગેરે... આ પ્રકારની શરૂઆત બાદ સ્વામીજીએ પોતાના આ વિશેષ વ્યાખ્યાનમાં હિન્દુ ધર્મ વિશે સમગ્ર વિશ્વને અનેરી જાણકારે આપી.

વ્યાખ્યાનમાં સમગ્ર સભાને “અમૃતના સંતાનો”, એવુ સંબોધન કરી સ્વામીજીએ જે કહ્યુ તે વિશ્વના કરોડો લોકો માટે સુવિચાર બની જવાનુ હતુ. તેઓએ કહ્યુ કે “તમને પાપીઓ કહેવાનુ હિન્દુઓ નકારી કાઢે છે. તમે તો ઇશ્વરના સંતાન છો, અક્ષય સુખના ભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. ઓ સિંહો ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો. તમે જડપદાર્થ નથી. શરીર નથી; જડપદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી”. સમગ્ર વિશ્વએ આ પ્રકારના વાક્યો પ્રથમવાર જ સાંભળ્યા હતા તેમજ હિન્દુ ધર્મ વિશે તેઓ જે પૂર્વધારણા બાંધતા હતા તે સમગ્ર બાબતને સ્વામીજીએ સ્પષ્ટ કરી દીધી હતી.

૧૧મી સપ્ટેમ્બરના રોજ આપેલ આ અભૂતપૂર્વ વ્યાખ્યાનમાં સ્વામીજીએ હિન્દુ ધર્મને સમગ્ર વિશ્વ સમક્ષ મુક્યો હતો આ કારણથી જ આ દિવસ ભારત માટે ઐતિહાસિક ગણવામાં આવે છે. આ ભાષણ આજકાલના કોઇ નેતાના ભાષણ જેવુ સ્વાર્થી અથવા તો પક્ષતરફી ન હતુ આ ભાષણ નિઃસ્વાર્થ તેમજ તટસ્થ હતુ. આ ભાષણમાં કોઇ રાજકીય નેતાની જેમ અન્ય વ્યક્તિ અથવા સમૂહનો વિરોધ ન હતો. આ ભાષણમાં કોઇ રાજકીય નેતાની જેમ પોતાની વાહ વાહ! ને બદલે સમગ્ર ભારત અને હિન્દુ ધર્મની વાત હતી... તેથી જ તે દિવસ ઐતિહાસિક ગણવામાં આવ્યો છે...

--R. I. Jadeja

6 comments:

 1. Jay mataji rijadeja hu tamari veb site no use karu 6u.ane ghanu badhu janva made 6e. Mate hu tamaro Aabhar manu 6u.

  ReplyDelete
 2. jay shri krishna sir....
  i am always use ur site....and thanks a lot for give us to all current issue and useful materials...
  thanks a lot once again

  ReplyDelete
 3. really inspirable... and i m using your website its very usefull to me.. thank you so much.

  ReplyDelete
 4. only india is the one contry where great people were born like swami vivekanand , and i m very greatfull to R.I.Jadeja because of this website we are getting very factfull information.

  ReplyDelete
 5. such a wonderful man in the our India . . Swami Vivekanand. . And also very much useful website -rijadeja.com
  We are proud of you r.i.jadeja

  ReplyDelete