15 August, 2012

૧૫ ઓગષ્ટ – સ્વતંત્રતા દિવસ કે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કરવાનો દિવસ?

Indian_flag
15મી ઓગષ્ટ, 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 65 વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ? 
બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે નીચે મુજબના બે વાક્યો પણ છે. 
  • રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગીત અને ભારતીય સંવિધાન પ્રતિ અપમાન પ્રદર્શિત ન થાય તેના પ્રત્યે સભાન રહેવુ.
  • રાષ્ટ્રીય ધ્વજનુ પ્રદર્શન કરતી વેળા યોગ્ય વર્તન કરવુ. 

ઉપરોક્ત બન્ને કર્તવ્યોનુ પાલન થાય તે હેતુથી રાષ્ટ્રીય સમ્માનની અવમાનના પર રોક સંબંધી કાયદો, 1971 તથા રાષ્ટ્રીય ધ્વજ સંહિતા એમ બે કાયદાઓ પણ બનેલા છે. પણ શુ આપણે આ બન્ને કર્તવ્યો નિભાવીએ છીએ? ના. લગભગ 15મી ઓગષ્ટ તથા 26 જાન્યુઆરીના દિવસે જ મોટાભાગના લોકો આ કર્તવ્યો ભુલી જાય છે. 15મી ઓગષ્ટના દિવસે દેશભક્તિ પ્રદર્શિત કર્યા બાદ નાના-નાના ધ્વજો જે-તે જગ્યાએ ફેંકવામાં આવે છે. આ રીતે ધ્વજો નીચે પડ્યા હોવાથી તે જ ધ્વજ પર લોકોના (ભારતીય નાગરિકોના) તેમજ પશુઓના પગ પણ પડતા હોય છે જે ખરેખર એક શરમજનક બાબત છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૃત્ય કરવામાં સરકારી કચેરીઓ અને શાળાઓ પણ બાકાત નથી. 16 ઓગષ્ટના રોજ કોઇ શાળાની અથવા પોલીસ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લેવાથી ખ્યાલ આવે છે કે આપણા રાષ્ટ્રધ્વજની શું હાલત છે.

સામાન્ય માન્યતા મુજબ એવુ કહેવાય છે કે આપણા પર ટેલીવિઝન તથા ફિલ્મોની અસર ઝડપથી થતી હોય છે પરંતુ રાષ્ટ્રધ્વજ સમ્માનની બાબતમાં આ વાક્ય મારા મતાનુસાર ખોટુ પડે છે. ફિલ્મ નિદેશક મંધુર ભંડારકર દ્વારા “ટ્રાફિક સિગ્નલ” નામક એક ફિલ્મ રજુ થઇ હતી જેમા ઉપર દર્શાવેલી રાષ્ટ્રધ્વજના અપમાનની વાત દર્શાવવામાં આવી હતી. પરંતુ આજના યુવાનો આવી ફિલ્મોમાં રસ દાખવતા હોતા નથી, તેઓને ફક્ત મારામારીના દૃશ્યો અથવા તો ઉત્તેજક દૃશ્યોની ફિલ્મો જોવામાં જ રસ હોય છે અને તેને લીધે જ તેઓ “ટ્રાફિક સિગ્નલ” જેવી ફિલ્મોમાંથી ઉપર દર્શાવેલ બાબત જોવાનુ ચુકી જાય છે. 

આજકાલ થિયેટરોમાં નવા ચલણ અનુસાર ફિલ્મ શરૂ થાય તે પહેલા “જન ગણ મન...” ગીત વગાડવામાં આવે છે. આ ગીતમાં પણ 15-20% લોકો પોતાની સીટ પરથી ઉભા થવામાં તકલીફ અનુભવતા હોય છે. જો કે, ત્યારબાદ ફિલ્મમાં મારામારીનુ કોઇ દૃશ્ય અથવા તો ફિલ્મના નાયકની એન્ટ્રી થાય ત્યારે તેઓ ઉભા થઇ અને સીટી વગાડવાનુ ચુકતા નથી.

સરકારે તેમજ મિડીયાએ પણ ક્યારેય આ બાબત દર્શાવવાની તસ્દી લીધી નથી. મંધુર ભંડારકર જેવા દિગ્ગજ નિદેશકે આ બાબતની દરકાર લીધી પરંતુ તેઓની આ ફિલ્મ કંઇ ખાસ સફળ થઇ નહોતી કારણકે તેમાં દેશપ્રેમની વાત હતી. તેઓની જ એક ફિલ્મ “ચાંદનીબાર” જેવા ગરમ દૃશ્યો જો આ ફિલ્મમાં રાખ્યા હોત તો તેઓની ફિલ્મ ચોક્કસ હીટ થઇ જાત તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

આજના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ખાસ આ બ્લોગ લખવાનુ કારણ એ કે ભવિષ્યમાં તેઓ સરકારી અમલદાર અથવા તો એક શિક્ષક બને અને પોતાની કચેરી અથવા શાળામાં ધ્વજવંદનનો કાર્યક્ર્મ રાખે તો ઉપર દર્શાવેલી બાબતે ચોક્કસ ધ્યાન આપે અને રાષ્ટ્રની ગરીમા સમાન રાષ્ટ્રધ્વજનુ સમ્માન જાળવે અને આ બાબતે પોતાના સાથી કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને પણ આ બાબતે સભાન કરે તેવી આશા કરવામાં આવે છે.

જે રીતે આપણે બંધારણના અધિકારો ભોગવીએ છીએ તે જ રીતે બંધારણના કર્તવ્યો/ફરજો નિભાવવાની પણ એક જાગૃત નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યશાસ્ત્રના એક વિચારક અનુસાર જો આપણે આપણા કર્તવ્યો સંપૂર્ણપણે નિભાવીએ તો સામેની વ્યક્તિને પોતાના અધિકારો આપોઆપ મળી જાય છે.

રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત એ આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને આ સંપતિનુ જતન કરવુ એ આપણી નૈતિક જવાબદારી છે તેથી મિત્રો, આજે જ સંકલ્પ કરો કે “હુ મારા રાષ્ટ્રના રાષ્ટ્ર ધ્વજ તેમજ રાષ્ટ્રગીતનુ સંપૂર્ણપણે સમ્માન રાખીશ તેમજ બીજાઓને પણ આ બાબતે જાગૃત કરીશ અને જો રસ્તા પર રાષ્ટ્ર ધ્વજ પડેલો દેખાશે તો શરમ રાખ્યા વિના તેને ત્યાથી ઉપાડી અને યોગ્ય જગ્યારે જમીનથી ઉપર મુકીશ”

આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ... જય હિન્દ, જય ભારત.

નીચે આપેલ કમેન્ટ બોક્સમાં આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. 

46 comments:

  1. ખરેખર આખો ઉઘડી જાય એવો લેખ છે.મારું માનવું છે કે જો લોકો ધ્વજ સાચવી નથી સકતા તો લોકોએ એ ખરીદવા જોઈએ નહિ.જો તમે સમ્માન ન કરી સકતા હો તો ખરીદી ને અપમાન કરવાની પણ જરૂર નથી ,કોઈ જબરજસ્તી નથી કરતુ.અને પ્લસ્તિક્ ના જે ધ્વજ મળે છે એના કરતા કાગળ ના હોવા જોઈએ,આપણે ને ખબર છે કે પ્લાસ્ટિક નો નાશ થતો નથી,આ પણ એક કારણ છે.

    ReplyDelete
  2. THANK YOU SIR.
    THIS INFORMATION IS VERY GOOD.

    ReplyDelete
  3. ખુબ જ સરસ લેખ... રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવામાં શિક્ષકો અને સરકારી ઓફિસો પણ બાકાત નથી એ એક સનાતન સત્ય છે.

    ReplyDelete
  4. દરેક બાબતની શરુઆત જો પોતાનાથી શરુ કરીએ તો કાંઇક પરિણામ મળી શકે, બાકી તો આવી બાબતો બનતી જ રહે છે... સૌ પ્રથમ તો આપણે સૌએ પહેલા હુ આવુ નહી જ કરુ તેવી પ્રતિજ્ઞા લેવી જોઇએ... બીજા કરે કે ન કરે શરુઆત મારાથી થશે... તો દેશના ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે...ભ્રષ્ટાચારની સામે લડત લડવા વાળા તેમજ સાથ આપનારા ક્યારેય હુ ભષ્ટાચારની આચરુ અને કોઇને નહી આચરવા દઉ એવુ નક્કી કરે તો જ ભ્રષ્ટાચાર ઘટશે... પણ હુ અને આપણે બધા આવી ચળવળની કોઇ વાત મુકે ત્યારે સરસ સરસ કહીને વખાણીએ છીએ પણ પોતાના જાતથી અમલમાં મુકવાનુ ટાળીએ છીએ... અને માટે જ હુ પોતે અત્યારે નક્કી કરુ છું કે પ્લાસ્ટીક આવા ધ્વજ નહી ખરીદુ, કાગળના ધ્વજ ઉપયોગ કરીશ અને તેને પુરતો આદર આપીશ, રસ્તામાં પણ ક્યાય આવી રીતે ફેકી દીધેલા ધ્વજ મળશે તો તેને લઇને આદર પૂર્વક યથાયોગ્ય સ્થાને મૂકીશ... જય હિન્દ...

    ReplyDelete
  5. અતિ સુંદર... જાડેજા સાહેબનો દેશપ્રેમ આ લેખમાં સ્પષ્ટ દેખાઇ આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લોકોના ખ્યાલને આપ સાહેબે ખુબ સારી રીતે દર્શાવ્યો છે. જય હિન્દ જય ભારત... સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.

    ReplyDelete
  6. THIS INFORMATION IS NOT ONLY FOR READ BUT ALSO FOLLOW IT..... JAY HIND....

    ReplyDelete
  7. good thought said by you..
    but people can not understand its.
    because indian people go to became selfish.
    they always show own profit..

    ReplyDelete
  8. good thought said by you..
    but people cann't understand..
    because indian people goes to became selfish..
    they show always own proffit...

    ReplyDelete
  9. Very good informative write up. Thanks a lot. Keep it up

    ReplyDelete
  10. WE SHOULD RESPECT OUR NATIONAL FLAG AND SONG WE MUST FOLLOW OUR LAWS AS ABOVE....

    THANK YOU JADEJA SIR

    ReplyDelete
  11. sir happy independence day. sir tamaro lekh bahu sras chhe. ane tenu palan karvu e darek bhartiy ni faraj chhe.

    ReplyDelete
  12. સ્વતંત્રતા દિવસની ખુબ શુભેચ્છાઓ

    ખુબ જ ઉત્તમ લખાણ અને આજના યુવાનોને માર્ગ ચીંધે તેવું છે.આશા છે કે આપનો ચીંધ્યો માર્ગ ભવિષ્યમાં અધિકારી બનનાર યુવાનો અપનાવે અને તેના અનુલક્ષીને દેશની સેવા કરે .....જય હિન્દ,વંદે માતરમ.

    ReplyDelete
  13. This is not information but also fact about the manners of our Indian people, they don't know the respect of our National flag,
    Respected sir, thanks u very much for sharing this reality fact to us and with u Happy Independence to u and all members of rijadeja.com

    ReplyDelete
  14. happy Independence day....... whatever you have written in your blog,I strongly agree with this... To respect our National Flag and National Anthem is prior duty of every Indian....

    ReplyDelete
  15. AA babta ma sutani najik se "aapne kaek karvu joe nahiter aaje rashtradhavaj se tya aavti kale "aapne" hasu, tyar so? YA HOM KARI NE PADO FATEH SE AAGE

    --kishor

    ReplyDelete
  16. Really sir your Article is verry verry interesting and its shows us,our duty towards the nation and national flag,i m fully agree with your statement but this generation dont care of all that because they have no time for that so my humble request to all of the users and visitors, plz friends take this seriously and follow the path which shown us by respeced sir.
    JAY HIND ........JAY BHARAT

    ReplyDelete
  17. SO NICE BHARAT MATAKI JAY JAY BHARAT JAY HIND

    ReplyDelete
  18. યસ સર !! આ વાત નું ધ્યાન રાખવું જ જોઈએ. સમાચારપત્રોમાં આવી જે માહીતી મુકવી જોઈએ તે નથી મુકવામાં આવતી જ્યારે ફાલતું વાતો નું મોટું સ્વરૂપ આપે છે. ખરેખર આ ખુબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.થેંક્યું સર!!

    ReplyDelete
  19. We Need First Self discipline for better tomorrow our Nation.

    ReplyDelete
  20. Great arical with reality for indian flag but 70% indians have no respect for flag. They never understand the importance of flag & sacrifice of our leaders. I thank you for bring the reality of indian flag's respect. Hope every indian respect the flag forever.

    ReplyDelete
  21. Great article with true fact of indian flag. I think 60% indian don't respect the indian flag. They don't understand importance & sacrifice of our leaders for nation. Hope every indian respect the flag. Thanx for article but spread the msg to people direct , not only in internet sites , so people know the reality of flag forever.

    ReplyDelete
  22. It's nice and heart touching written work done by you BUT regret to feel that people of today's era don't understand it.Seeing at the govt.'s globelization and free trade policy , it seems that the next slavery is not far. We should remember just effect of Just One EAST INDIA CO. and it's 150 years.

    ReplyDelete
  23. Awasome words ....
    inspire to all...........thnx

    ReplyDelete
  24. સ્વતંત્રતા દિવસની ખુબ શુભેચ્છાઓ

    ખુબ જ ઉત્તમ લખાણ અને આજના યુવાનોને માર્ગ ચીંધે તેવું છે.આશા છે કે આપનો ચીંધ્યો માર્ગ ભવિષ્યમાં અધિકારી બનનાર યુવાનો અપનાવે અને તેના અનુલક્ષીને દેશની સેવા કરે .....જય હિન્દ,વંદે માતરમ.

    ReplyDelete
  25. ખરેખર આજના યુવાનો માટે આંખ ખોલીનાખે તેવું છે આપ નો આભાર

    ReplyDelete
  26. ખરેખર આજના યુવાનો માટે આંખ ખોલીનાખે તેવું છે આપ નો આભાર

    ReplyDelete
  27. Yeah It seems to be correct, I appreciate you

    ReplyDelete
  28. I will write to CM, Governor,Pm and President that every National Flag should hae one code and while selling it to the person name should be register and there after if the same flag found in the insulting condition he should ne punished.

    ReplyDelete
  29. "15મી ઓગષ્ટના દિવસે દેશભક્તિ પ્રદર્શિત કર્યા બાદ નાના-નાના ધ્વજો જે-તે જગ્યાએ ફેંકવામાં આવે છે." તેની માટે કોઇ કાયદો બનાવવો જોઇયે.
    જેને દેશભક્તિ વીરો વિષે વાંચ્યુ હોય તેને ધણુ દુ:ખ થાય છે.

    ReplyDelete
  30. Thanks u very much for sharing this reality fact to us.
    Thanks a lot. Keep it up

    ReplyDelete
  31. YES SIR, AFTER INDEPENDENCE OUR PEOPLE B SAME-LESS & NO PROUD FOR THEIR COUNTRIES, WE MUST NEED CREATE PROUD & HONER FOR OUR COUNTRIES IN OUR YOUTH & CHILD THAN NO ONE STOP OUR COUNTRIES TO BE GREAT POWER IN ALL.

    ReplyDelete
  32. good opinion abt our national flag

    ReplyDelete
  33. YES, It's a really true.

    ReplyDelete
  34. ઘણી સારી બાબતો પ્રત્યે તમે જનતાનું ધ્યાન દોર્યુ

    ReplyDelete
  35. ઘણી સારી બાબતો પ્રત્યે તમે જનતાનું ધ્યાન દોર્યુ

    ReplyDelete
  36. Really good article, articles lkhva pa6al no aim bov saro 6e, aani pela no "YUVA DIN" nimite no article pan superb hato, thanks a lot jadeja sir for awaring this reality, hats up sir

    ReplyDelete