17 April, 2011

કાર્યદક્ષ ઉચ્ચ અધિકારી

ગુરુવારે તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૧ ના રોજ ડૉ. આંબેડકર જયંતિ ના દિવસે રાજકોટ મા ડૉ.આંબેડકર ની પ્રતિમાને કોઇ સમાજ વિરોધી તત્વોએ તેના મુળ સ્થાને થી ઉખાડી સમાજને અસ્તવ્યસ્ત કરવાની કોશીષ કરી હતી જે તેઓના સદનશીબે સફળ પણ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. આંબેડકરે સંવિધાનમા દલિતોને વિશિષ્ટ સ્થાન અપાવ્યુ હોય દરેક દલિતને તેના પ્રત્યે લાગણી હોવાની જ અને તેને લીધે જ સમાજ વિરોધી તત્વોએ દલિતોની લાગણી દુભાવવા માટે ઉપરોક્ત કૃત્ય કર્યુ હતુ.
ઉપરોક્ત બનાવને કારણે રાજકોટ મા પરિસ્થિતિ તંગ બની ગઇ હતી અને કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. જેને કાબૂમા લાવવા માટે પોલીસ ખાતાને ખુબ મુશ્કેલી પડી હતી. આવા ખરાબ સમય દરમિયાન જ એક અધિકારીની કાર્યદક્ષતાનો સાચો પરચો મળી શકે છે. રાજકોટની વાત છે ત્યારે ત્યાના પોલીસ ખાતામા કમીશ્નર ઓફ પોલીસ એ આખરી ઉચ્ચ હોદો છે તેથી ઉપરોક્ત તંગ વાતાવરણ ને શાંત પાડવુ એ ખરેખર કમેશ્નર ની જવાબદારીમા આવી ગયુ હતુ અને કમિશ્નરે તેને એકદમ સમજણપૂર્વક શાંત કર્યુ હતુ.

ઉપરોક્ત પરિસ્થિતિ ને કાબુમા લાવવા માટે સૌ પ્રથમ તેમણે ઘટના સ્થળે જઇ લોકોને શાંત પાડવાને બદલે ડૉ. આંબેડકરની મૂર્તીને તેના મૂળ સ્થાને સ્થાપિત કરી તેને ફુલ-હાર ચડાવ્યા હતા જેને કારણે ૫૦% પરિસ્થિતિ ત્યારે જ શાંત થઇ ગઇ હતી અને લોકો પણ શાંત થઇ ગયા હતા અને ત્યારબાદ કમીશ્નર શ્રી એ લોકોના ટોળાને એવુ આશ્વાસન આપ્યુ હતુ કે પરિસ્થિતિ ની તપાસ કર્યા બાદ પગલા લેવામા આવશે.

નોંધ – કમીશ્નર શ્રી એ એકદમ ઉંડાણપૂર્વક પરિસ્થિતિ નો તાગ મેળવતા વિચાર કરી લીધો કે મૂળ સમસ્યા તો ડૉ. આંબેડકરની જે મૂર્તી નીચે પડી છે તે છે તેથી બીજી કોઇ વાતચીત અથવા તો ચર્ચા કરવાને બદલે સીધુ મૂળ સમસ્યાનુ સમાધાન કર્યુ જે ખરેખર પ્રશંસનીય તથા એક ઉચ્ચ અધિકારીને શોભે તેવુ કૃત્ય હતુ.

આ લેખ અહી લખવાનુ ફક્ત અને ફક્ત એક કારણ કે જો આપણા માથી કોઇ UPSC / GPSC જેવી પરીક્ષા આપી એક અધિકારી બનવાનુ સપનુ જોઇ રહ્યા છીએ ત્યારે આપણે સૌએ ખાસ યાદ રાખવુ જોઇએ કે આપણે પણ રાજકોટ પોલીસ કમીશ્નર શ્રીમતી ગીથા જોહરીએ જે રીતે ઉપરોક્ત પરિસ્થિતિ મા વાપરી તેવી સમજણ શક્તિ વિકસાવવી પડશે. રાજકોટમા જે રીતે કમીશ્નરે એકદમ વ્યવસ્થિત પગલુ ભરી ટોળાને શાંત કર્યુ તે રીતે આપણે પણ જીવનની કોઇપણ વિકટ પરિસ્થિતિ મા એકદમ યોગ્ય પગલા ભરીએ તો આપણે ચોક્કસપણે જે-તે પરિસ્થિતિ ને થાળે પાડી શકીશુ અને સમાજ ને ઉપયોગી થઇ શકીશુ અને એક કાર્યદક્ષ અધિકારી બની શકીશુ.

2 comments:

  1. very well example for any of police or public.

    ReplyDelete
  2. i like it and also want to punish them who want to do bad activity like this

    ReplyDelete