શુ આપણે જાગૃત નાગરિક છીએ? એના જવાબ મા ઘણા એમ વિચારતા હશે કે આપણે રોજ સમાચાર પત્રો વાંચીને દેશ ની ચિંતા કરીએ છીએ એટલે આપણે એક જાગૃત નાગરિક કહેવાય. પરંતુ શુ ફક્ત ચિંતા કરવાથી જાગૃત નાગરિક થઇ જવાય?
દેશ ને આગળ વધારવા માટે આમ તો ઘણા બધા રસ્તા છે પરંતુ આપણે અહી ફક્ત એક જ રસ્તાની વાત કરવી છે –જાગૃતતા દાખવવાની. આપણામાથી ઘણા ને એમ થશે કે ફક્ત આપણા એક ના જાગૃત થવાથી શુ થવાનુ? બસ, આ જગ્યાએ થી જ આપણે જાગૃત થવાની જરૂર છે અને આ વિચારસરણી બદલવાની જરૂર છે. આમ જોઇએ તો આવી વિચારસરણી મા આપણો કોઇ વાંક નથી, કેમકે આપણને નાનપણ થી જ આ પ્રકાર ની કેળવણી મળી છે. પરંતુ આપણે હાલ ના સમયને અનુરૂપ તેમા ફેરફાર જરૂર કરવો રહ્યો.
ઘણી વાર કોઇ ખરાબ પ્રસંગ હોય અને આપણે તે સહન ન કરી શકીએ અને ઉશ્કેરાઇ જઇએ ત્યારે ઘણા લોકો (ખાસ તો આપણા માતા-પિતા, વડીલો) આપણાને સમજાવે છે કે ‘ભાઇ આપણે શુ? આપણે કોઇ ની લપ મા પડવુ નથી’. ઉદાહરણ તરીકે રસ્તામા કોઇ બે વ્યક્તિ ઝઘડો કરી રહ્યા હોય,તેમાથી એક નિર્દોષ બીજા બળુકાનો માર ખાઇ રહ્યો હોય ત્યારે સામાન્ય માણસને એમ થાય કે પોલીસ આવે તો જ પેલો નિર્દોષ બીજાના માર થી બચી શકશે. પરંતુ પોલીસ ને બોલાવે કોણ? એવી હિંમત કરે કોણ? હિંમત ન કરવાનુ કારણ શુ? કારણ ફક્ત એક જ છે –‘આપણે શુ?’ આપણાને નાનપણ થી જ માતા પિતા અને વડીલો દ્વારા એવુ શીખવવામા આવ્યુ છે કે બીજા કોઇ ગમે તે કરે –છોકરી ની છેડતી કરે, દારૂ પી રસ્તામા ગાળો બોલે, નિર્દોષ લોકોને હેરાન કરે, કે પછી કોઇ અધિકારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરે વગેરે... પણ એમા આપણે શુ? આપણે આપણા કામ થી જ મતલબ રાખવો.
દેશના ઘણાખરા નાગરિકોના મનમા આ પ્રકારની વિચારસરણી છે તો પછી દેશનો વિકાસ કેમ થશે? આપણે ફક્ત આપણા વિકાસ થી જ મતલબ રાખવો જોઇએ? શુ દેશ પ્રત્યે આપણી કોઇ ફરજ નથી? અને ફક્ત આર્થિક રીતે વિકાસ કરવો એ જ કંઇ વિકાસ થોડો કહેવાય? સામાજીક વિકાસ પણ આર્થિક વિકાસ જેટલો જ જરૂરી છે. આવા સંજોગો મા આપણે કેમ કહી શકીએ કે આપણે બધા જાગૃત નાગરિકો છીએ!
સ્વામી વિવેકાનંદ નુ ખુબ જ પ્રખ્યાત સુવાક્ય “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” મા જાગો નો મતલબ ફક્ત ઉંઘ માથી જાગવાનો નથી તેમા પણ જાગૃત થવાનો જ બોધ રહેલો છે. તેથી આપણે સૌ ભારતીયો એ જાગવાની જરૂર છે અને દેશ ને આગળ વધારવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. તેથી આજે જ નિશ્ચય કરો કે હુ આજથી જ એક જાગૃત નાગરિક બનીશ અને દેશને આગળ વધારવામા તથા તેનો વિકાસ કરવામા મારાથી શક્ય બધુ જ કરી છુટીશ.
Nice thinking, keep it up and publish this types of articles regular in media.
ReplyDeleteખુબ જ સરસ લેખ. આ પ્રકારના લેખો વાંચ્યા બાદ આપણે સૌએ સુધરવુ જોઇએ અને આપણા સંતાનોને આ પ્રકારની ખોટી તાલિમ ના આપવી જોઇએ.
ReplyDeleteThis is very good article. every person follow this article. I like it...
ReplyDeleteOur life every time incident but no interfere other life. Evey person is responsible our country.
આ સાઇટ ખૂબ જ ઉપયોગી છે. એકદમ સચોટ અને સાચી વાત કરવામાં આવી છે. શ્રી રવીરાજસિંહ આટલી નાની ઉંમરે આ કામ કરીને મોટી સમાજસેવા કરી રહ્યા છે તે બદલ આ યુવાન મિત્રને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
ReplyDeletetame ketlu study karel che ?
ReplyDeletetamara darek lekh vanchi ghanu j sikhva male che and inspire thai kaik kari sakiye che.
good
ReplyDeleteplz tamaro photo site par mukasho kem k tamari site par thi mahiti melavi ye 6iye tyare kam se kam tamaro chahero to yad ave .
badha j student ne tamane jova ni ichha 6.
Respected sir, Ravirajsinh I. Jadeja u r the real social worker of our society,u serve very good knowledge to student who r not able for coaching classes,i am one of them..........!
ReplyDeleteakash gandhi
VERY NICE ,,,,,,,,,,,,,,,
ReplyDeletevery very nice
ReplyDeleteveerry nice
ReplyDeletegood
ReplyDelete