15 July, 2011

મુંબઇમા આંતકવાદી હુમલા

મુંબઇમા થયેલા આંતકવાદી હુમલામા મૃત્યુ પામેલા લોકોની હમેશાની જેમ જ સરકારે કિંમત કરી છે અને મૃતકોને 5 લાખ તથા ઘાયલોને 50 હજાર રુપીયાની સહાય આપવામા આવશે. સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલો મુંબઇને સલામ મુંબઇ કહી બીરદાવે છે પણ તેમની કરુણતા કોઇ જાણતુ નથી. સરકારે પણ હંમેશાની જેમ લોકોને શાંતી જાળવવા અપીલ કરી છે (આવી અપીલ સિવાય તો કશુ કરી શકે તેમ પણ નથી).
ગુજરાત રાજ્યમા પણ દરિયાકિનારા વિસ્તારોની પોલીસને હવે શુરાતન ચડ્યુ હોય તેમ સજ્જ્ડ બંદોબસ્ત તથા સઘન ચેકિંગ શરુ કર્યુ છે. હુમલા થાય પછી તો ચેકીંગ કરવાનો મતલબ શુ ? આંતકવાદીઓ એવા મુર્ખા ના હોય કે થોડા થોડા દિવસોના અંતરે હુમલા કરે... તેઓ તો પોલીસ કરતા 2 ડગલા આગળ જ હોય છે. નવી રચાયેલી તથા જુની સુરક્ષા એજંસીઓ ઉંઘતી ઝડપાઇ ગઇ છે

મહત્વનો સવાલ એ છે કે સરકાર શાંતી જાળવવાની અપીલ તથા મૃતકો / ઘાયલોને સહાય કરી છુટી જાય છે અને દર વખતે આવુ જ બને છે... થોડા દિવસો સુધી હદય થંભાવી દે તેવા સનસનીખેજ સમાચારો આવશે તથા ન્યુઝ ચેનલો કહેવાતા વિદ્ધાનોને પોતાની ચેનલમા બોલાવી ચર્ચાઓનો દોર શરુ કરી જાહેરાત થકી નાણા કમાશે અને પ્રજા.... ????? એ દર વખતની જેમ બધુ ભુલીને પોતાના કામ ધંધે લાગી જશે.

1 comment:

  1. apki ye sachi bat bilkul hi bilkul sahi he sir i agree with you.

    ReplyDelete