12મી જાન્યુઆરીનો આજનો પવિત્ર દિવસ યુવાનો માટે ખુબજ મહત્વનો દિવસ છે કેમકે આજના જ દિવસે એટલે કે 12મી જાન્યુઆરી, 1863 (મકરસંક્રાત)ના દિવસે યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. આજે સ્વામીજીની 154મી જન્મ જયંતિ છે.
જેના જન્મ થયે આજે દોઢ સદી વિતી ચુકી છે તો પણ તેઓની છબી જોતા જ તેઓ જીવંત છે તેવો અહેસાસ થાય છે. તેઓના ફોટાને જોતા જ તેઓનું વાક્ય 'બળ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે' સાકાર થતું દેખાય છે. આજની તારીખે પણ તેઓના સુવાક્યોની કોઇ નાની પુસ્તિકા વાંચીને પણ આપણામાં કોઇ નવી ઉર્જા અને નવું બળ સર્જાતું હોય તેવુ દેખાય છે.
આટલા વર્ષો પછી પણ જેને વારંવાર વાંચવાનું મન થાય તેવા સ્વામીજીના ઉદ્બોધનો વાંચીએ જેમાં લખ્યુ હોય કે 'અરે ઓ સિંહો, તમે ઉભા થાઓ અને તમે ઘેંટા છો એવો વિચાર ખંખેરી નાખો' ત્યારે સાચે જ આપણે સિંહ જેવા હિંમ્મતવાન છીએ તેવો ભાવ થાય છે.
ભારતવર્ષને હજુ પણ સદીઓ સુધી સ્વામીજીના આ સંબોધનો હિમ્મત આપતા રહેશે તેમજ યુવાનોને રાહ ચિંધતા રહેશે તે નિશ્ચિત છે. સ્વામીજીની 154મી જન્મ જયંતિ નિમિતે તેઓને કોટિ કોટિ વંદન કરી તેઓના પ્રખ્યાત વાક્ય 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો' ને સાકાર કરવા માટે આગે કૂચ કરીએ...
Great Quote by swami vivekanand Strength is life weakness is death.
ReplyDeleteઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો...
ReplyDeleteGood Person...
ReplyDeleteAwesome Quotes By Swami Vivekanand! Thanks for sharing it with us!
ReplyDeleteQuotes of Swami Vivekanand has inspired me a lot and keeps me motivated.
ReplyDeleteSwami Vivekanand was always inspiring person in real life too. These quotes by Swami Vivekanand helped me to gain confidence and I never give up on things easily.
ReplyDelete