05 September, 2016

GK on Air launched by RIJADEJA.com

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ અને સાથોસાથ ગણેશ ચતુર્થી જેવો પવિત્ર દિવસ. આજનો દિવસ દરેક વિદ્યાર્થીઓ માટે ખુબ જ અગત્યનો હોય છે. આજના આ પવિત્ર દિવસે RIJADEJA.com ની એન્ડ્રોઇડ એપ્લીકેશનમાં નવી સુવિધાઓ, ફેરફાર તેમજ નવું મટીરિયલ અને પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે. 

RIJADEJA.com ની એન્ડ્રોઇડ એપ્લીકેશનમાં ‘Gk on Air’ નામનો એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે. આ વિભાગમાં નિયમિત સમયાંતરે જનરલ નોલેજ ને લગતા વિવિધ વિષયના ટોપિક ઉમેરવામાં આવશે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી રહેશે. મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનના MM Special અને GK on Air વિભાગ વચ્ચે એક ખુબજ પાતળી ભેદરેખા એ રહેશે કે MM Specialમાં કોઇ વિષયને લગતા 1-2 પેઇજના તથ્યો છે જ્યારે GK on Air માં પરીક્ષા વિશેષ કોઇ અગત્યની ઘટના અથવા કોઇ વિષય સંબંધિત ખુબજ ટુંકુ (Repeat ‘ટુંકુ’) જ્ઞાન પીરસવાનો પ્રયાસ કરવામાં આવશે.

GK on Air વિભાગની મહત્વની બાબત એ છે કે એકવાર આ વિભાગના કોઇ ટોપિકને ઓનલાઇન જોઇ લીધા બાદ તે ટોપિકને બીજી વાર ઇન્ટરનેટ વિના પણ જોઇ શકાશે.

આપણી એન્ડ્રોઇડ એપમાં ‘GK on Air’ વિભાગ સિવાય અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે જેમાં તેના યુઝર ઇન્ટરફેસ એટલે કે દેખાવમાં બદલાવ કરવામાં આવ્યો છે તેમજ નવી વાંચન સામગ્રી (સ્ટડી મટીરિયલ) અને જનરલ નોલેજ, કાયદો વગેરે વિષયના પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે.

આ તમામ ફેરફારો બાદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તમામ અપડેટ્સ ચોક્કસપણે મળી રહે તેવા હેતુથી એપ્લીકેશમાં Web Services દ્વારા નોટિફિકેશન આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કોઇપણ અપડેટ્સ વિદ્યાર્થીઓને તાત્કાલિક મળી રહે.

ધીમુ ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા વિદ્યાર્થીઓને ધ્યાને લઇને અપડેટ્સ માટેની આપણી વેબસાઈટ http://updates.rijadeja.comની ડિઝાઇન અને લે-આઉટમાં પણ ફેરફાર કરીને તેની લોડ થવાની ઝડપમાં પણ વધારો કરાયો છે જેથી ધીમુ ઇન્ટરનેટ ધરાવતા વિદ્યાર્થીઓને વેબસાઈટ ખોલવામાં તકલીફ ન પડે.

આ તમામ ફેરફારો બાદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં RIJADEJA.com એન્ડ્રોઇડ એપ ખુબજ ઉપયોગી નિવડશે તેવો અમને વિશ્વાસ છે.

એન્ડ્રોઇડ એપ વિશેના આપના મંતવ્યો અમારા માટે ખુબજ અગત્યના છે. આ એપ વિશેના આપના મંતવ્યો / સૂચનો વેબસાઈટના ફીડબેક પેઇજ www.rijadeja.com/feedback પર પણ આપી શકો છો તેમજ ગૂગલ પ્લે સ્ટોર પર પણ આપના રિવ્યૂ સબમીટ કરી શકો છો જેથી એપ્લીકેશનના આગામી અપડેટ્સમાં મહત્વના સુધારા થઇ શકે.

RIJADEJA.com વેબસાઈટ દરેક વિદ્યાર્થીઓને ગણેશ ચતુર્થી અને શિક્ષક દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

RIJADEJA.com એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા ક્લિક કરો

--R. I. Jadeja

0 Comment(s):

Post a Comment