16 November, 2015

Updates / new features at RIJADEJA.com

rijadeja
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

સૌ પ્રથમ RIJADEJA.com વેબસાઇટના સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય મુલાકાતીઓને દિપાવલી અને નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ...

નવા વર્ષની નવી શરૂઆત સાથે RIJADEJA.com વેબસાઇટ પર પણ ઘણા ફેરફારો / સુધારાઓ કરવાની જરૂરિયાત હોય તેવુ જણાઇ રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ઇમેઇલ રોજ મળે છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પુછવામાં આવતા હોય છે. અમુક જૂના વિદ્યાર્થી મિત્રોની પણ એવી મીઠી ધમકી હતી કે હવે Ask Me સુવિધા ક્યારે ચાલુ કરવી છે? :)

લગભગ સવા બે વર્ષ પહેલા આપણી વેબસાઇટ પરની Ask Me સુવિધા બંધ કરવાની ફરજ પડી હતી. ફરજ પડવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે તેના પર બિન જરૂરી પ્રશ્નોનો ‘મારો’ ચલાવવામાં આવતો હતો. પરંતુ આજે બે વર્ષ બાદ વિદ્યાર્થીઓના ઇમેઇલ પરથી એવુ લાગી રહ્યું છે કે આ સુવિધા ફરી એકવાર શરૂ કરવી જરૂરી જ નહી પણ અનિવાર્ય છે. તેથી આ નવા વર્ષમાં વિદ્યાર્થીઓ માટે આ RIJADEJA.com વેબસાઇટ પર Ask Me સુવિધા ફરીવાર શરૂ કરવામાં આવી રહી છે. આશા છે વિદ્યાર્થીઓ આ સુવિધાનો યોગ્ય લાભ ઉઠાવશે તેમજ બિન જરૂરી પ્રશ્નો નહી પુછે... આ પ્રકારના બિન જરૂરી પ્રશ્નોમાં મોટા ભાગે એવા પ્રશ્નો હોય કે કોઇ પરીક્ષા ક્યારે આવશે?, કોઇ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે?, શું પોલીસમાં ફરીથી ભરતી આવશે?, વૉટ્સએપ પર અમુક હજાર ભરતીના મેસેજ આવે છે તે સાચા છે?.. મિત્રો આવા એકપણ પ્રશ્નનનો સાચો જવાબ આપી શકાય નહી કેમકે, કોઇ પરીક્ષા અથવા તેનું પરિણામ ક્યારે આવશે તે માહિતી જે-તે વિભાગો દ્વારા મોટા ભાગે જાહેર કરવામાં આવતી નથી. રહી વાત વૉટ્સએપના મેસેજની તો તેના માટે જણાવવાનું કે આવા મેસેજ મોટા ભાગે કોચીંગ સેન્ટરો દ્વારા પોતાનો ધંધો ‘ચાલુ’ રાખવા માટે બનાવવામાં આવતા હોય છે તેથી તેના પર ભરોસો કરી શકાય નહી.

ઘણા વિદ્યાર્થીઓની એક માંગ હતી કે RIJADEJA.com વેબસાઇટ પર નવી ભરતીઓની જાહેરાત ઝડપથી જોઇ શકાય તેના માટે ટેબલ ફોર્મેટમાં માહિતી દર્શાવવામાં આવે. વિદ્યાર્થીઓની આ માંગને ધ્યાને લઇ Current Jobs પેઇજ હેઠળ Jobs in Gujarat અને Jobs in India નામના બે અલગ પેઇજ બનાવવામાં આવ્યા છે જેના પર ટેબલ ફોર્મેટમાં તમામ ભરતીઓની જાહેરાત અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દર્શાવવામાં આવી છે. આ ફેરફારથી વિદ્યાર્થીઓને આ માહિતી જોવામાં ખુબજ સરળતા રહેશે.

RIJADEJA.comની જનરલ નોલેજની વેબસાઇટ GK.RIJADEJA.com પણ નવા મટીરિયલ સાથે તેમજ જૂના મટીરિયલના અપડેશન સાથે વિદ્યાર્થીઓ માટે તૈયાર છે. એન્ડ્રોઇડ એપ્લીકેશન પણ ગુજરાતી પ્રશ્નોના સીમાડાને દૂર કરી હિન્દી ભાષામાં પણ ટેસ્ટ આપી શકાય તેવી સુવિધા સાથે સજ્જ છે. જેમ જેમ વિદ્યાર્થીઓના સૂચનો અને માંગણી મળતી જાય, તેમ તેમ વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ્લીકેશન પર સુધારાઓ થઇ રહ્યાં છે.

સોશીયલ મિડીયાના આ યુગમાં વૉટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ પ્લ્સ, ટેલીગ્રામ, હાઇક, વાઇબર જેવી અનેકવિધ એપ્લીકેશનનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે સરકારી નોકરીઓ માટેના અપડેટ્સ તેના પર આપવા પણ ખુબજ જરૂરી છે. હાલ RIJADEJA.com વેબસાઇટના અપડેટ્સ ફેસબુક, ગુગલ પ્લસ અને ટ્વીટર પર ઉપલબ્ધ થાય છે પણ જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે તેવા વોટ્સએપ પર RIJADEJA.com વેબસાઇટના અપડેટ્સ મળી રહે તે હેતુસર નવી સુવિધા આજરોજથી શરુ કરવાનું પણ નક્કી કર્યું છે. આ સુવિધાથી વિદ્યાર્થીઓને ખુબજ ઝડપથી અપડેટ્સ મળી રહેશે તેમજ તેને શેર કરવામાં પણ સરળતા રહેશે.

આ દરેક સુધારાઓ વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી થશે તેવી અમોને ચોક્કસપણે આશા છે. આપના સૂચનો અને વેબસાઇટના અંગેના મંતવ્યો અમોને Feedback પેઇજ પર જરૂરથી આપશો જેથી સાઇટની ગુણવત્તામાં યોગ્ય ફેરફારો કરી શકાય.

ફરી એકવાર, દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ... જય હિન્દ 

--R. I. Jadeja

આપના કિંમતી સૂચનો દ્વારા વેબસાઇટ પર યોગ્ય ફેરફારો કરવા એ જ અમારો ઉદેશ્ય છે. તેથી આપના કિંમતી સૂચનો આ બ્લોગ પોસ્ટ પર અવશ્ય આપશો જેથી આ વેબસાઇટની ગુણવત્તામાં સુધારો કરી શકાય.

અગત્યની લિંક:

1 comment:

  1. Thanks for new features sir... its helpful for us.

    ReplyDelete