28 April, 2014

મતદાન = કર્મ, યોગ્ય વ્યક્તિને મતદાન = ધર્મ

vote_is_must
લોકસભાની સામાન્ય ચુંટણીના પડઘા પડી રહ્યાં છે, પ્રચાર-પ્રસાર (યોગ્ય શબ્દોમાં કહીએ તો એકબીજાની ઝાટકણી / ખોદણી) જોરશોરથી થઇ રહી છે. પ્રજાને છેલ્લા પાંચ વર્ષમાં સત્તા પક્ષ અને વિપક્ષે કેવા કેવા કૌભાંડો કર્યા તેનું ઓટોમેટીક રિકોલીંગ ન્યૂઝ ચેનલ, ઇન્ટરવ્યુ અને પત્રિકાઓના માધ્યમથી થઇ રહ્યું છે.


જ્યારે ‘વેસ્ટ માંથી જ બેસ્ટ’ ઉમેદવારો શોધવાના હોય ત્યારે ‘બિચારી પ્રજા’ શું કરે? પણ ભારત જેવા લોકશાહી શાસન ધરાવતા આ દેશમાં જ્યારે ચુંટણી આવે ત્યારે પ્રજાનો ઉત્સાહ જોઇએ તેવો હોતો નથી. મતદાનના દિવસે ફરજિયાત રજા હોવાથી અમુક લોકો આ રજાને ‘એન્જોય’ કરવા ઇચ્છે છે, પત્નિ અને બાળકો સાથે સમય પસાર કરવા ઇચ્છે છે, તે એક દુઃખદ બાબત છે. કાયદાકીય રીતે ભારતના દરેક નાગરિકોને પોતાનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે જ પણ નૈતિકતાની દૃષ્ટિએ જોઇએ તો, મતદાન અધિકાર ધરાવનાર અને મતદાન ન કરનાર કોઇપણ ભારતીયને કોઇપણ પક્ષ અથવા સરકાર માટે ખરાબ બોલવાનો કોઇ જ અધિકાર નથી.

લોકશાહી શાસન પદ્ધતિમાં મતદાન કરવું એ નાગરિકોનો ધર્મ છે પણ વાસ્તવિક રીતે જોવા જઇએ તો આ ધર્મનું આંધળુ અનુકરણ કરવું અથવા તો અયોગ્ય વ્યક્તિ / ઉમેદવારને મત આપવું એ ‘પાપ’ છે.

આપણે અહી કોઇ રાજકીય વ્યક્તિ અથવા પાર્ટીનો પ્રચાર નથી કરવો પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મારા વિદ્યાર્થી ભાઇ બહેનોને એક નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ દેશનું ભવિષ્ય છે અને જો તેઓ યોગ્ય મતદાન કરશે તો જ તેઓ આ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે અને તો જ યુવા ધનનો યોગ્ય ઉપયોગ થયો ગણાશે. ‘યોગ્ય મતદાન’ શબ્દ કદાચ પુરતો છે કારણકે આજનો દરેક ભારતીય એ જ્ઞાન ધરાવે છે કે કોણ યોગ્ય છે અને કોણ અયોગ્ય! મતદાન અધિકાર ધરાવતા દરેક વિદ્યાર્થીઓ મતદાન કરી પોતાનું કર્મ અને ધર્મ બન્નેનું પાલન કરે તેવી આશા રાખવામાં આવે છે. અહી ફરી એકવાર યાદ અપાવવું જરૂરી છે કે ‘મતદાન કરવું એ કર્મ છે અને યોગ્ય મતદાન કરવું એ ધર્મ છે’.

આપના ઉજ્જવળ ભવિષ્ય માટે કોચીંગ સેન્ટરની મદદ વિના, સ્વ-અધ્યયન કરી સફળતા મેળવો તે માટે શુભકામનાઓ...

35 comments:

  1. yessss you are right sir, vote is must

    ReplyDelete
  2. હા, સર
    તમે એકદમ સાચા છો. મતદાન એ જ આપણું તથા દેશનું ભવિષ્ય છે.
    આ સાથે સાચા ઉમેદવાર ને જ વોટ આપવો એ આપણી દેશ પ્રત્યેની સાચી અને પહેલી ફરજ છે .
    *** જય હિંદ ***

    ReplyDelete
  3. Vahh, jadeja bapu tamari vat ekdam sachi che. tme aa information bhartna nagrik ne sajag karva mate muki che te khub j saru karyu. je yuvano ughi rhya che te aa information vanchi sajag thai jase. aevu hu manu chu.

    Jay Bhart Mata....Jay Hind.......

    ReplyDelete
  4. "Satya Mev Jayate"
    Samji Vicharine MAT apjo.... thanks

    ReplyDelete
  5. yes u r right,,but we know all politician just by media not personally so ...aem kevi rite nakki karvu k media dwara show thati image sachi 6e k banavati !!! te ek moto question 6e !!! i cnt decide who is more deserving for this very important post !!1

    ReplyDelete
  6. ya..definately true....we must do vote to right candidate with rising hope.....

    ReplyDelete
  7. Sir you are always motivate to me thank you very much to guide our youngster and peoples

    ReplyDelete
  8. yes right, public awareness comes to india now

    ReplyDelete
  9. હા, સર
    તમે એકદમ સાચા છો. મતદાન એ જ આપણું તથા દેશનું ભવિષ્ય છે.
    આ સાથે સાચા ઉમેદવાર ને જ વોટ આપવો એ આપણી દેશ પ્રત્યેની સાચી અને પહેલી ફરજ છે .
    *** જય હિંદ ***

    ReplyDelete
  10. correct as citizen of indian. all youth must vote for our future leader.

    ReplyDelete
  11. exectly i m telling what u have told...

    ReplyDelete
  12. good 1 bro... vote for India........ apne liye nahi India ke liye vote krna hai ab ki bar..........

    ReplyDelete
  13. yessss you are right sir, vote is must

    ReplyDelete
  14. Yes Brother....U are Right......
    Vote For India....
    Jay Hind.....
    Jay Bharat....
    Vande Mataram....

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. YOU ARE RIGHT
    &
    VOTING IS MY RIGHT.... JAY HING JAY BHARAT...

    ReplyDelete
  17. બિલકુલ હાચી વાત છે,હંધાય નાગરિકો એ મતદાન જરૂર કરવું જોઈએ ,બાપુ

    ReplyDelete
  18. Truly said...

    I request to all of you...please vote for India vote for our future..!!

    ReplyDelete
  19. યોગ્ય મતદાન કરવું એ ધર્મ છે

    ReplyDelete
  20. इंडिया सर ये चीज धुरन्धर, रंग रंगीला प्रजा तंतर (तंत्र ).....

    ReplyDelete
  21. YES SIR, VOT TO KAROVJ JOIYE

    ReplyDelete
  22. સર
    તમે એકદમ સાચા છો. મતદાન એ જ આપણું તથા દેશનું ભવિષ્ય છે.
    આ સાથે સાચા ઉમેદવાર ને જ વોટ આપવો એ આપણી દેશ પ્રત્યેની સાચી અને પહેલી ફરજ છે .

    ReplyDelete
  23. સર
    તમે એકદમ સાચા છો.મતદાન એ દરેક નાગરીક ની એક ફરજ છે મતદાન એ જ આપણુ તથા દેશનુ ભવિષ્ય છે આ સાથે સાચા ઉમેદવાર ને જ વોટ આપવો એ આપણા દેશ પ્રત્યેની સાચી અને પહેલી ફરજ છે.

    ReplyDelete
  24. yes, you are right sir, i hate people who are against of voting and enjoy holiday....... actually they are not deserve to be an indian.

    ReplyDelete