આજના જમાનામાં આપણે ઘણી જગ્યાએ કાર્યક્રમો અથવા તો સભામાં જવાનું થતું હોય છે. વિદ્યાર્થી તરીકે, સન્માર્થી તરીકે, વક્તા તરીકે, કાર્યકર્તા તરીકે વગેરે વગેરે હોદ્દા મુજબ પણ લગભગ દરેક વ્યક્તિઓને આ પ્રકારના કાર્યક્રમોમાં જવાનું હોય છે. આવા કાર્યક્રમોમાં નાના બાળકો, ખાસ તો વિદ્યાર્થીઓને કંટાળો આવતો હોય છે જેનું મુખ્ય કારણ સંસ્થાનો પરિચય અને મહેમાનોની ઓળખ હોય છે. ઉપરાંત મહેમાનશ્રીઓ પોતાના લાંબા ભાષણોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાને બદલે કંટાળો આપતા હોય છે. જો કે બોલનારને પોતાનું ભાષણ પ્રિય અને ટુંકુ જ લાગે છે.
આવા ભાષણોમાં બોલતી વખતે ઘણીવાર વક્તાને સમયનું અને સંજોગનું ભાન પણ નથી રહેતુ હોતુ. ઉદાહરણ તરીકે ગુજરાતના એક જાણીતા શહેરમાં આજે એક સમારંભમાં એક રાજકીય વક્તાએ બોલવાનું શરૂ કર્યું. સમયનું ભાન ન રહેવાથી તે ભાષણ લાંબુ ચાલ્યુ અને તે લાંબી સ્ક્રીપ્ટને શ્રોતાજનોએ સ્વીકારી પણ લીધી :) પરંતુ વક્તાશ્રી ને સંજોગનું ભાન ન રહ્યું ઉપરાંત વાણી પર પણ કાબુ ન રહેતા તેઓએ પોતાના ભાષણમાં અમુક ન બોલવાના શબ્દો પણ બોલ્યા જેમકે... વટ છોડો, વતન છોડો, ડોલર કમાવા માટે વિદેશ જાવ અને દેશ પણ છોડો !!! ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલ વિદ્યાર્થીઓને આવુ ભાષણ આપવાનો કોઇ મતલબ ન હતો પણ વક્તાશ્રીને સમય અને સંજોગોનું ભાન ન રહ્યું તેથી તેઓ દેશ છોડવા સુધીની શિખામણ આપી ચુક્યા!
ઉપર દર્શાવેલ કિસ્સામાંથી આજની પેઢીએ ઘણુ બધુ શિખવા જેવુ છે. ઘણીવાર આપણા વડીલો આ પ્રકારનું વર્તન કરીને આપણને શિખવી જતા હોય છે કે આ પ્રકારનું વર્તન ન કરવું જોઇએ. તેથી આ પ્રકારના ભાષણોને એ રીતે ગ્રહણ કરવા જોઇએ કે ભવિષ્યમાં આપણને કોઇ સ્ટેજ પર ચડાવવામાં આવે તો આ પ્રકારનું ભાષણ કરવાને બદલે સન્માનાર્થીઓને અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવુ જ ભાષણ આપીશું. ઉપરાંત અન્ય એક વાત એ પણ યાદ રાખવી કે લાંબા ‘ભાષણ’ કોઇને સાંભળવા ગમતા નથી હોતા તેથી જે કંઇ પણ બોલવુ હોય તેને શક્ય એટલુ ટૂંકાવી અને કહેવુ. જો કે હાલના સમયમાં ‘ભાષણ’શબ્દ એ ‘લાં......બી વાત’નો પર્યાયીશબ્દ બની ગયો છે. તેથી આપણે આ વાતને અહી ટૂંકમાં આ રીતે લખી શકીએ કે હંમેશા ‘ભાષણ આપવાને બદલે સ્પીચ આપવી’.
આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ...
--R. I. Jadeja
good nice
ReplyDeleteસરસ
ReplyDelete