24 February, 2014

ચુંટણી માટે શિક્ષિત બેરોજગારોનો મજાક

election
મિત્રો, સૌ કોઇ જાણે છે તેમ લોકસભાની સામાન્ય ચુંટણીઓ આવી રહી છે. ભારત જેવડા વિશાળ અને લોકશાહી ધરાવતા દેશમાં આ ચુંટની ખુબજ અગત્યની છે. કારણ કે આ ચુંટણીમાં જે પક્ષ બહુમતિથી ચુંટાઇને આવશે તે જ આગળના પાંચ વર્ષ માટે સત્તા ભોગવી શકશે. ચુંટણીમાં મતદાતાઓ પોતાની તરફ ખેંચવા માટે દરેક પક્ષ દ્વારા અલગ-અલગ વચનો વર્ષોથી આપવામાં આવતા રહ્યાછે અને ભવિષ્યમાં પણ તે ચાલુ જ રહેશે.


--પણ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ આ ચુંટણીના લીધે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ફક્ત ચુંટણીના લીધે જ દરેક વિભાગો દ્વારા રાતો રાત પરીક્ષાઓનું આયોજન કરી અને થોડા જ દિવસોમાં પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે નાયબ ચીટનીસ પરીક્ષાની વાત કરીએ તો 05 ફેબ્રુઆરી, 2014 સુધી તે પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને 8 ફેબ્રુઆરીના દિવસે એવુ જાહેર કરવામાં આવ્યું કે નાયબ ચીટનીસની જગ્યા માટેની પરીક્ષા તા. 15 ફેબ્રુઆરી, 2014ના રોજ છે !!! શું આટલા દિવસમાં કોઇ નવો / ફ્રેશ વિદ્યાર્થી તૈયારી કરી શકે? આટલી ઉતાવળ ફક્ત અને ફક્ત ચુંટણીના લીધે જ કરવામાં આવી. જેથી સરકાર દ્વારા પોતાના ચુંટણી મેનીફેસ્ટોમાં ઉલ્લેખ કરી શકાય !!! પણ શું ફક્ત આ કારણને લીધે જ વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષિત બેરોજગારો સાથે આ પ્રકારની ‘રમત’ યોગ્ય છે?

નાયબ ચીટનીસ પરીક્ષા એ ફક્ત એક ઉદાહરણ છે અન્ય ઘણી પરીક્ષાઓમાં પણ આવુ જ થયું છે જેમકે રેવન્યું તલાટી, પંચાયત જુ. ક્લાર્ક, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સવગેરે...

આપણો એક જ સવાલ ફરીથી આવીને અટકી જાય છે કે આ બાબતો વિરુદ્ધ બોલે કોણ ??? ભારત જેવા ‘મહાન’ દેશમાં આવુ બધુ થાય તે આપણે સહન કરવાની અને પછી તેને ભુલી જવાની આદત પડી ગઇ છે તેથી કોઇ જ વ્યક્તિ આ બાબતોથી વિરુદ્ધ બોલશે નહી... ચાલે છે તેમ ચાલવા દેવાની અને પછી તે સિસ્ટમ ચલાવી લેવી એ જ આપણી આદત છે...

આવી વાતો લખવા બેસીએ તો હજારો પાનાઓ ભરાઇ શકે પણ આ બધી વાતોનો કોઇ જ અંત નથી તેથી તેની ચર્ચા કરવી પણ નકામી છે... આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ... 

--R. I. Jadeja

13 comments:

 1. kharekhar aatla short time ma taiyari km krvi? koi bhi exam hoi vagar koi taiyari exam apvi km? agav taiyari vina election nathi ldi skata to exam to carrier no ek imp. part 6.

  ReplyDelete
 2. 100% Vaat sachi che.

  Jya Sudhi Darek VYAKTI ma JAGRUTI nahi aave tya sudhi...Aa rite TANTRA CHALTU rehse...

  Jay Mataji

  ReplyDelete
 3. First of All,

  Gujarati Students Having Lack of Knowledge and Not Planning to Prepare For Exam in Advance Where Bihar and Other State Students Started Their Preparation For Competitive Exam Before 1 YR or More than 1 Yr.

  One More thing, All Central level and State Level Exam are Going to Conduct on Time to Time Base So, We Need to Be Prepared in Advance.

  In Many Place in Gujarat, I Personally Have Found that When Application Form Started than Only Students are Planning to Start Buying of Separate Exam Material OR Joining Coaching Class. I Think This is NO Right Planning to Prepare Exam.

  We are Leader in Competitive Exam Preparation in Vadodara Since 2009. I Having Best Knowledge of All This Exams. But There is Said in Gujarat, "When There is Fire than Only We are Searching For Water" So, This is no Right Way to Blam to Government. I Always Saying that Never Depend on Government Always Try to Be Self Confident And Self Prepare.

  Thanks A Lot to R I Jadeja Sir.

  But Try to Give Content Which Can Help Students To Prepare in Advance Like Bihar and Jarkhand Students are Doing in Advance. Start Motivating to Students To Prepare in Advance For All Central & State Level Exams.

  Only Study Material Never Worths For Them Such Motivation Can Help Them.

  Give Articles Where Students can Get Aspiration To Start Preparation For All Competitive Exams in Advance Before 1 OR 2 Yrs OR While in Graduations.

  Thank You

  ReplyDelete
 4. @ Anonymous (?)

  Thanks for your long response. I'll definitely try to write article on the above said matter.

  ReplyDelete
 5. 100% saachi vaat che. student ni life saathe mazak che.

  ReplyDelete
 6. Sir , tamne khbr 6 k saame bolva vala ne dabavi devay 6 & khoti rite politically & police dwara heran karay 6.

  Corruption is rooted so deep that it is impossible to change the system, as the authorities are themselves the wrong deed doers.

  badha ne sudharva besay avu nti, khali 1kaj vastu thay, badha ne sudharva mate Bhagat Singhj yaad aave 6.

  Chitnis mate mehnat krvi ti, amne m k board samajse k sari exam 6 to , clerk & banne talati ni 3ay exam pchi chitnis rakhse as loko vachi shake pn su kariye.

  Any way , thank You R.I. JADEJA SIR, your website is very much useful for each & every exam.
  Jem taras vakhate pani vagar na chale m exam ma tamari website vagar na chale.

  THANK YOU SIR for this wonderful website.

  ReplyDelete
 7. ખરેખર આ બધી પરીક્ષાઓ ચુંટણીને લીધે જ લેવાય છે. કોઈ પણ હાલમાં પાસ થયેલ વિદ્યાર્થી આટલા ઓછા સમય માં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ના કરી શકે. (જાત અનુભવ) સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે ઘણો સમય જોઈએ। સામાન્ય જ્ઞાન દસ દિવસ પુસ્તક વાંચી ના મેળવી શકાય।

  ReplyDelete
 8. E JAY MATAJI BAPU
  SARKAR EM VICHARE CHHE K CHAMPAVATSINH JO ETLA J SAMAY MA ATLI JORDAR TAIYARI KARI SHAKE TO 6 CRORE GUJRATIO KEM NA KARI SHKE !!!!!
  FARITHI SANJAY GADHAVI NA JAY MATAJI

  ReplyDelete
 9. આર.આઇ. જાડેજા સાહેબ ને મારા ખુબ ખુબ અભીનંદન અને તમે જે ગુજરાત ના યુવાનો માટે વેબસાઇટ ના માધ્યમથી જે સેવા પુરી પાડો છો. તે ઉમદા કાર્ય થી હુ ખુબજ પ્રભાવિત છુ. જાડેજા સાહેબ તમે જે આ પરમારથ નુ કાર્ય કરી રહ્યા છો અને તે પણ એક જામનગર રહેવાશી હોવાથી હું ખુબજ ગર્વ અનુભવું છું

  ReplyDelete
 10. short time ma prepration karvu khubj muskel che pan tenathi vadhu afsos amuk centero ma je rite chorio thai che ane koi pan jatni system vagar koi jagyae paper vahelu api didhu to koi jagyae material mobile layine besi gaya, jenathi actual tyari karta student ne moto loss gayo che. ane have to school center par j chori karavvano trend chalu thayo che je ma changes ni jarur che.

  KARAMSHI DESAI

  ReplyDelete
 11. right sir and I like to u do make this website. in this website best martial and punctuality.this website is perfect to the all gpsc and other exam preparation. and i hardly thankfull of the owner.
  r.i. jadeja sir thank you.

  ReplyDelete
 12. યજ્ઞેશભાઇ ત્રિવેદીMarch 2, 2014 at 11:47 PM

  જાડેજા સાહેબ,


  આપ નો ખરેખર હુ દિલ થી આભાર માનુ છુ કે તમે ગુજરાત અને દેશના દરેક કે જે હાલ શિક્ષિત તો છે પણ બેરોજગાર છે. તેના માટે ચિંતા કરી રહ્યા છો પણ સાહેબ જે કરવાનુ છે તે આપણે જ કરવાનુ છે કોઇ કશુ કરવાનુ નથી માટે આવા બ્લોગ મા સંદેશ આપવા એ સારી વાત છે પણ જો આ જ વાત માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જી ને મળે અને આવા સંદેશ વાંચી શકે તો બની શકે કે ગુજરાત માં વિકાસ ની વાતો કરતા તેઓ હાલ ની સાચી પરિસ્થિતિ જાણી શકે અને દરેક શિક્ષિત બેરોજગાર ને આવી સ્પર્ઘાત્મક પરીક્ષા માં ઉર્તીણ થવા માટે પુરો સમય મળી રહે તે માટે જરૂરી કડક સુચના જે-તે વહિવટી વિભાગ ને મોકલી આપે અથવા તો આપી શકે માટે જો શક્ય હોય તો આપ ગુજરાત સરકાર ના વહિવટ વિભાગ માં આ સંદેશો મોકલશો જેથી કરી ને જે યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારો ને સરકારી નોકરી કરવાનો પુરતો લાભ મળે..


  જય હિંદ..જય જય જય ગરવી ગુજરાત.


  ReplyDelete
 13. બાપુ
  આ તો લોક "શાહી" છે એટલે હાલે છે

  ReplyDelete