Updates: પોસ્ટ વિભાગની PA / SAની ભરતી ઓફિશીયલ જ છે, છેતરપીંડી નથી. તેની સાબિતિ રૂપે પોસ્ટ વિભાગનો આ ભરતી બાબતનો પરિપત્ર પણ આપણી સાઇટ પર ઉપલબ્ધ છે. આ પરિપત્ર જોવા અહિ ક્લિક કરો. દૈનિક ભાસ્કર રાષ્ટ્રીય ન્યૂઝપેપર પર આ ભરતી છેતરપીંડી હોવાના સમાચાર આવ્યા હતાં. જો કે એવુ જાણવા મળેલ છે કે અગાઉ પણ PA / SA ની ભરતીના ફોર્મ પણ આ રીતે જ .in ડોમેઇન એક્સટેન્શન ધરાવતી વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા. આ ભરતી ઓફિશીયલ જ છે તેથી વિદ્યાર્થીઓએ આ ભરતી બાબતે કોઇપણ જાતની ચિંતા કર્યા વિના ફોર્મ ભરવું. પરંતુ દૈનિક ભાસ્કર જેવા નેશનલ ન્યૂઝપેપરમાં આ પ્રકારના સમાચાર એ એક વિચારવા લાયક બાબત ખરી જ.
તા. 10 March, 2014નાં રોજ લખાયેલ બ્લોગ
ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરે વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાતો વિવિધ વેબસાઇટો, ન્યૂઝપેપર્સ, રોજગાર સમાચાર વગેરે જગ્યાઓએ પ્રસિદ્ધ થતા હોય છે. ઘણીવાર અમુક બ્લોગ્સ, વેબસાઇટ, ફેસબુક ગ્રુપ પર અમુક લોકો દ્વારા શિક્ષકોની ભરતી તેમજ અન્ય જગ્યાઓની ભરતી માટે ‘અફવાઓ’ ફેલાવવામાં આવતી હોય છે.
જ્યાં સુધી અફવા હોય ત્યા સુધી વાત ઠીક છે પણ અમુક ‘હિમ્મત વાળા (!)’ લોકો વાસ્તવિક રીતે ભરતી કરવા સુધીની છેતરપીંડી પણ કરતા હોય છે. થોડા મહીનાઓ પહેલા જ ગાંધીનગરથી શિક્ષકોની હજારો સંખ્યાની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા, ફી લેવામા આવી અને પરીક્ષા પણ લેવામાં આવી! આખરે બહાર આવ્યું કે આ એક છેતરપીંડી હતી. :(
હાલમાં પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ આસીસ્ટન્ટ અને શોર્ટીંગ આસીસ્ટન્ટની લગભગ 8000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો કે આ ભરતી પોસ્ટ વિભાગની ઓફિશીયલ સાઇટ પર જ છે પરંતુ આજે જ એક રાષ્ટ્રીય સમાચાર પત્રમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે આ ભરતી વિશે પોસ્ટના કોઇ જ અધિકારીઓ પાસે કોઇ વિગત નથી અને ઉપર સુધી કોઇને આ બાબતે કંઇ જ ખબર નથી!!! તો પછી ભરતી કોણે બહાર પાડી? ન્યૂઝપેપરના લખાણ મુજબ જ જોવા જઇએ તો પોસ્ટ વિભાગની સાઇટ પરથી એક અન્ય વેબસાઇટની લિંક આપવામાં આવી છે જેનું ડોમેઇન એક્સ્ટેન્શન .in છે એટલે કે આ ડોમેઇન સરકારી નથી, પ્રાઇવેટ છે. ભરતી પ્રક્રિયા માટે જે કોઇ ઇમેઇલ એડ્રેસનો ઉલ્લેખ છે તે પણ પ્રાઇવેટ છે. ન્યૂઝપેપરના રીપોર્ટ મુજબ પોસ્ટ ડિપાર્ટમેન્ટે આ બાબતની તપાસ અમુક આઇ.ટી.ના તજજ્ઞોને સોંપી દીધી છે અને ટૂંક સમયમાં હકીકત બહાર આવી જશે... બસ ? વાત પુરી ??? જો અહીથી વાત પુરી થતી હોય તો લાખો બેરોજગાર ઉમેદવારોનું શું? તેઓએ બેન્કમાં જે રૂ.100 ફી ભરી તેનું શું ???
જ્યાં સુધી તંત્ર ન્યૂઝપેપરના આ સમાચાર બાબતે કોઇ ખુલ્લાસો ન કરે ત્યા સુધી આ બાબત પર કોઇ જ ટીપ્પણી કરી શકાય નહી કારણ કે તે ભરતીની જાહેરાત સરકારી વેબસાઇટ પર છે. જે હોય તે પણ સરવાળે આ પ્રકારના કિસ્સા શિક્ષિત બેરોજગારો સાથે મજાક જ છે અને તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી જ.
આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ...
--R. I. Jadeja
Click on image to view larger |
thanks for this news
ReplyDeleteit is painful.
ReplyDeleteand thanks for provide such type for information
Its Rs.500 total not only Rs.100
ReplyDeleteobc and genral mate 500 fees
ReplyDeleteભારતીય પોસ્ટ ની સત્તાવાર વેબસાઈટ પર Latest News ના શીર્ષક હેઠળ આ પોસ્ટ ની જાહેરાત અને લીંક બંને દર્શાવેલ છે.
ReplyDeletethank for alert...................
ReplyDeletethanks bro.
ReplyDeleteGanral mate 500 fee che..
ReplyDeletethanks for this news
ReplyDeleteThank u very much sir
ReplyDeletethanks...
ReplyDeleteThank u so much sir....
ReplyDeleteThnks for details. . . .
ReplyDeleteThnks for details. . . .
ReplyDeleteThank you sir.
ReplyDeleteThank you sir.
ReplyDeleteGoods
ReplyDeleteuseful info.... Thanks
ReplyDeleteThank so much to all of
ReplyDeletenews paper only earn to money not to think poor man. froad jaherat chapva mate paisha malta hoy to kem na chape !
ReplyDelete