19 February, 2014

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે

આજે તારીખ 19 ફેબ્રુઆરી એટલે કે હિન્દુ ધર્મના રક્ષક અને મરાઠા રાજ્યના સ્થાપક એવા છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની જન્મ જયંતિ. તેઓનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ થયો હતો. તેમના માટે એવુ કહેવાય છે કે જો તેઓ ન હોત તો હિન્દુ ધર્મ પર આજે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાત. આવા વીર શાસકને તેમની જન્મ જયંતિ નિમિતે હજારો નહી પણ લાખો પ્રણામ કરીએ જેને લીધે આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 'અમે હિંદુ છીએ'... આ પ્રસંગે શૌર્ય રસના એક પ્રસિદ્ધ ગીતની અમુક લીટીઓ લખવી જ રહી.

ધન્ય કુખ જીજાબાઇની, જ્યાં શિવાજી જનમ્યો હતો,
તલવાર કેરી ધાર પર હિન્દુ ધરમ રાખ્યો હતો...
પડકાર કરતી પુત્રને, બેટા મરજે તું રણ મેદાનમાં,
અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં....

આજના આ પવિત્ર દિવસે તેમની માતાને પણ એટલા જ પ્રણામ જેમણે હિન્દુ ધર્મની રક્ષા કાજે આવો વીર પુરુષ ભારત વર્ષને આપ્યો... આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં પણ હિન્દુસ્તાનની માતાઓ પોતાની કુંખે શિવાજી જેવા વીરોને જ જન્મ આપે...

12 comments: