13 May, 2012

“માં” - માતૃત્વ દિવસ


“માં” –ફક્ત એક જ અક્ષર! જેમા કોઇપણ વ્યક્તિ, સ્ત્રી-પુરુષના સઘળા જીવનનો સમાવેશ થઇ જાય છે, જ્યાથી તેની શરૂઆત થાય છે. આ એક એવો અક્ષર છે જે બોલતા જ બોલનાર ખુશી પામે છે અને સાંભળનાર (સ્ત્રી), જે પ્રેમનો સાગર છે તે પણ એક અનોખો આનંદ પામે છે. આ એક જ અક્ષર એવો છે જે બાળક જન્મ્યા બાદ કોઇપણ જાતના શિક્ષણ વિના બોલે છે. બાળક પોતાના જીવનના શરૂઆતના 5-7 વર્ષ સુધી સવારે ઊઠ્યા બાદ જે પહેલો શબ્દ બોલે તે પણ “માં” જ છે.
ભુલો ભલે બીજુ બધુ મા-બાપને ભુલશો નહી તેમજ મીઠા મધુર મીઠા મેહુલા રે લોલ અને તેથી મીઠી તે મોરી માત રે, જનની ની જોડ સખી નહી જડે રે લોલ વગેરે ગીતો લખનાર કવિઓએ “માં” પાત્રને ખુબ જ યોગ્ય રીતે જાણી અને શબ્દોમા ઢાળ્યુ છે. આ દુનિયામા “માં” ફક્ત એક જ એવુ પાત્ર છે જે પોતાના સંતાનો માટે અનેક પ્રકારના દુખો સહન કરે છે પરંતુ પોતાના સંતાનોને તકલીફ પડવા દેતી નથી. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અથવા તો કોઇ મહાપુરુષ એવો નહી હોય જેણે પોતાના જીવનમા “માં”નુ મહત્વ નહી સમજ્યુ હોય. જીવનમા ખાસ યાદ રાખવા જેવી એક હકીકત એ છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે પરંતુ મોટે ભાગે તે “માં” હોય છે.

“માં” નુ ઋણ ચુકવવુ તે અશક્ય છે, આપણને આ પૃથ્વી પર લાવનારનુ ઋણ ચુકવવુ પણ કઇ રીતે? ઇશ્વરે “માં”ને સર્જન શક્તિ આપી પોતાના જ (ઇશ્વરના જ) કાર્યની ભાગીદાર બનાવી છે –“માં” વિશે આનાથી વધુ શુ જાણવુ છે?

2 comments:

  1. સરસ અને ઉતમ લખાણ અને એક જ વાત કે ખરેખર છેલ્લી લાઈનમાં તમે કહ્યું તેમ મા વિષે કેટલું જાણવું ?જો કોઈ વાત સમજવા જેવી તો પોતાને સમજાવવી કે મા ઈશ્વરની જેમ કોક દી વડકરો કરે પણ જાકારો નો દે.......એજ મહાન ગુણ જે ઈશ્વર નો છે એ માનો છે એટલે જ "મા તે મા"

    ReplyDelete