12 January, 2012

ભારત - રાષ્ટ્રીય યુવા દિવસ



આજે ૧૨મી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ. આ દિવસ આપણે સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિતે ઉજવીએ છીએ કારણકે તેઓ આજની તારીખે પણ યુવાનો માટે આદર્શ સમાન છે. તેઓને એક સંત પણ કહી શકાય અને એક વિદ્વાન પણ, એક ગુરુ પણ કહી શકાય અને એક માર્ગદર્શક પણ... ભારતે તેઓના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસનુ બિરુદ આપ્યુ તે પણ એકદમ બંધ બેસતુ જ છે.

પણ શુ આપણે સ્વામી વિવેકાનંદના કોઇ વાક્યોને જીવનમા ઉતારીએ છીએ? સ્વામી વિવેકાનંદના સુવિચારોના પુસ્તકો ફક્ત 4-5 રુપીયાની કિંમતમા બજારમા મળે છે પણ શુ આપણે તે ખરીદવાની દરકાર લઇએ છીએ? આ 4-5 રુપીયાની કિંમતનુ જો કોઇ એક પુસ્તક ભારતના હજારો યુવાનોના જીવનમા ઉતરી જાય તો ભારતનો બેડો પાર થઇ જાય પરંતુ હાલના વાતાવરણમા આવુ કઇ જોવા મળતુ નથી. 

હાલ ભારતનુ ઘણુખરુ યુવાધન વ્યસની બની ગયુ છે. સિગારેટ, દારુ તથા તમાકુના વ્યસને આજના યુવાધનને પોતાની જાળમા ફસાવી લીધુ છે અને હજુ પણ નવયુવાનો વ્યસનની જાળમા ધકેલાતા જ જાય છે. 16 થી 21 વર્ષની ઉંમરના ઘણા યુવાનો સિગારેટ ફુંકતા જોવા મળે છે. 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઊજવણીનુ બહાનુ કરી દારુની પાર્ટીઓનુ આયોજન કરે છે. આવા યુવાનો ખાસ તો એક પ્રકારનો દેખાવ ઊભો કરવા પણ આવુ કરતા હોય છે. કોઇ ફિલ્મ જોયા પછી જે-તે ફિલ્મના નાયકની કૉપી કરવા માટે તેઓ પણ સિગારેટ તથા દારુના વ્યસનીઓ બની જાય છે. 

મિત્રો આજના ભારતને વ્યસની ના હોય તેવા યુવાનોની જરુર છે. આપણા દેશને આગળ લાવવા આપણે યુવાઓએ આપણા બૌદ્ધિક ધનનો ઉપયોગ કરવાનો છે. આ કાર્ય માટે યુવાનોએ વ્યસન છોડી સ્વામીજીના વિચારોનુ આચરણ કરવુ જ પડશે. સ્વામીજીએ કહ્યુ છે તેમ ભગવત ગીતા વાંચવા ને બદલે યુવાનોએ ફુટબૉલની રમત રમવી જોઇએ કારણકે જો તેના સ્નાયુઓ મજબુત હશે તો જ તે ભગવત ગીતામા રહેલ ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરુપને સમજી શકશે. 

સ્વામીજીના પ્રખ્યાત સુવાક “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” ના અર્થને સાકાર કરી આજથી જ ઉઠી જાઓ અને ધ્યેય માટે જરુરી મહેનત કરવા માંડો... આ સમય યુવાનોએ કાર્ય કરવાનો સમય છે, આગળ વધવાનો સમય છે. જીવનને વ્યસનરુપી રાક્ષસથી બચાવી આગળ વધો...

--Ravirajsinh I. Jadeja (www.rijadeja.com)

4 comments:

  1. you are right, very beautiful article
    i like it.

    ReplyDelete
  2. ખરેખર આજના આ ભૌતિકતા તરફ જતા માર્ગમાં સ્વામી વિવેકાનંદ ના વિચારો ની ખુબ જ જરૂર છે.તેમના આદર્શો વિષે આજના દિવસે અવગત કરાવવા માટે આભાર.

    ReplyDelete
  3. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો bas biju kai nahi
    jay hind

    ReplyDelete
  4. Dear Sir, I am Totally agree with this and also want to give valuable contribution in this venture of "Vyasan Mukti Abhiyaan"...

    ReplyDelete