27 August, 2014

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઘરે બેઠા કોચીંગ ક્લાસની સુવિધા... !!!

મિત્રો, બ્લોગનું મથાળુ વાંચીને તમને એમ થતુ હશે કે ઘરે બેઠા કોચીંગની સુવિધા કંઇ રીતે? ટેક્નોલોજીની આ દુનિયામા આમ જોઇએ તો કંઇ જ અશક્ય નથી. ઘરમા બેસીને જ વિદેશમા વસતા આપણા સ્વજનો સાથે આજે વિડીયો કૉલ કરવો એ કોઇ નવાઇની વાત નથી રહી. તો આ જ ઇન્ટરનેટનો ઉપયોગ ભણવા માટે કેમ ન કરી શકાય? આ જ વિચાર સાથે આપણી વેબસાઇટ rijadeja.com ઉત્તમ સેવા પુરી પાડી જ રહી છે. વેબસાઇટના શૈક્ષણિક વર્ષો દરમિયાન એવુ અનુભવાયુ કે વિદ્યાર્થીઓ હવે PDF ફાઇલો વાંચી વાંચીને થાકી ગયા છે અથવા વિદ્યાર્થીઓના એક જૂથને કોમ્પ્યુટરમા વાંચવાનુ ફાવતુ નથી, અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેઓને વાંચવાને બદલે કોઇ શિક્ષક ભણાવે તો જ કોઇ વિષય સારી રીતે મગજમા ઉતરે.

આ બધી સમસ્યાઓના ફીડબેક વારંવાર મળતા હતા પણ તેના માટે શું કરવું તેની મુંઝવણ ઘણા સમયથી હતી. હવે જયારે જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષા આવી છે અને તેના માટે ઘણો ઓછો સમય છે ત્યારે એક વધારાની એક એવી સમસ્યા ઉભી થઇ કે રિઝનીંગ જેવા વિષયને લખીને કંઇ રીતે સમજાવવો? રિઝનીંગ અને ગણિત જેવા વિષય માટે તો ખરેખર કોઇ શિક્ષક જ હોવો જોઇએ જે વિદ્યાર્થીને રૂબરૂ સમજાવી અને ભણાવતો હોય. તેથી જ નક્કી કર્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ કરી એવા વિડીયો બનાવવા જેમાં વિદ્યાર્થીઓને રિઝનીંગ અને ગણિત જેવા વિષયો એવી રીતે ભણાવવામા આવે કે વિદ્યાર્થીઓને એવુ જ લાગે કે જાણે કોઇ શિક્ષક રૂબરૂ ભણાવી રહ્યો છે... બસ, આ વિચાર કરીને જ આવા વિડીયોની શરૂઆત જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષા માટેના રિઝનીંગ, ગણિત, અંગ્રેજી જેવા વિષયને લઇને કરી છે શરૂઆતના ધોરણે રિઝનીંગના 'ડાઇસ અને ક્યુબ', 'વૉટર ઇમેજ અને મિરર ઇમેજ' જેવા વિદ્યાર્થીઓને અઘરા લાગતા મુદ્દાઓની શક્ય એટલી સારી રીતે સમજણ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. હું વિશ્વાસપૂર્વક કહી શકુ છુ કે આ વિડીયોમા જે માહિતીઓ અને પ્રશ્નો સોલ્વ કરવાની જે રીતો દર્શાવવામા આવી છે તે કોઇપણ ગુજરાતી પ્રકાશન અથવા કોઇ કોચીંગ દ્વારા શીખવવામા આવતી નથી. જો કે, વિદ્યાર્થીઓને થોડુ નવુ અને ‘જરા હટકે’ આપવુ એ જ આપણી rijadeja.com વેબસાઇટનો પ્રયાસ રહ્યો છે અને આ પ્રકારના શૈક્ષણિક વિડીયોમાં પણ આ બાબતનું પુરેપુરુ ધ્યાન રાખવામા આવશે જ.

બીજી રીતે જોઇએ rijadeja.com વેબસાઇટ બનાવવાનો ઉદેશ પણ આ વિડીયો દ્વારા જ પરિપૂર્ણ થઇ શકે તેમ છે કારણ કે કોચીંગ સેન્ટરમા ગયા વિના જ ગણિત, રિઝનીંગ અને અંગ્રેજી જેવા વિષયો શીખી શકાય તેવી વ્યવસ્થા કરવામા અમે સફળ ન થાય તો વેબસાઇટનું સ્લોગન Where Knowledge is NOT Monopoly સાર્થક થઇ શકે તેમ નથી. વિડીયોના આ માધ્યમ દ્વારા આપણે કોચીંગનો લાભ ન લઇ શકતા વિદ્યાર્થીઓને 'કોચીંગ સેન્ટર કરતા સારુ (ફક્ત સારુ જ નહી પણ ઘણુ બધુ સારુ) શીખડાવી શકીશુ તે વાતનો અમોને પુરેપુરો વિશ્વાસ છે.

રિઝનીંગ અને ગણિતના 2-3 વિડીયો અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીઓએ જે પ્રકારે પ્રતિભાવ / ફીડબેક આપ્યા છે તેના પરથી અમને એવુ લાગે છે કે અમે આ પ્રકારના વધુ વિડીયો બનાવી અને અપલોડ કરવા માટે બંધાઇ ગયા છીએ. વિદ્યાર્થીઓએ પ્રતિભાવમા વધુ ને વધુ વિડીયો મુકવાની માંગણી કરી છે. પરીક્ષા નજીક છે ત્યારે અમારા દ્વારા પણ વિડીયો ખુબજ ઝડપથી મુકવામા આવે તેવા પ્રયાસો થઇ જ રહ્યા છે.

વિડીયો મટીરિયલ્સ / ટ્યુટોરિયલ્સને આટલો સારો પ્રતિભાવ આપવા બદલ વિદ્યાર્થી મિત્રોનો આભાર માનુ એટલો ઘટે, સાથોસાથ વિડીયો બનાવવાના કાર્યમા વારંવાર આવતી ટેક્નિકલ ખામીઓને દુર કરવામા મારા પરમ મિત્ર આશિષનો તેમજ દરેક વિડીયોના બેકગ્રાઉન્ડમા જે મ્યુઝિક વાગે છે તે ફક્ત rijadeja.com માટે કમ્પોઝ કરી આપવા બદલ મારા મિત્ર નિશિતનો પણ આ તકે આભાર માનું છુ.

આપની આવનારી જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષામા આપ સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ...

--R. I. Jadeja

આપનો પ્રતિભાવ નીચે આપેલ બોક્સમા જરૂરથી આપશો...

6 comments:

 1. ખૂબ જ સરસ વિડિયો બનાવ્યા છે. દાખલાની અલગ અલગ રીતો, સૂત્રો ઉદાહરણ સાથે સમજાવવાની આપની પધ્ધતિ ખૂબ જ સરળ છે. આવી શોર્ટકટ રીતોથી પરીક્ષામાં પૂછાતા દાખલાઓનો ખૂબ જ ઓછા સમયમા સરળતાથી જવાબ મેળવી શકાય છે.

  ReplyDelete
 2. superb work by RI JADEJA team.
  thanx....

  ReplyDelete
 3. Thanks to all of your team members. ...

  ReplyDelete
 4. Dear Sir,
  video is mist effective and most useful for me and all student who serious about his/her career.

  we need some more videos for competitive exams.
  one again thanks and thanks....

  ReplyDelete