rijadeja.com વેબસાઇટ કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છેલ્લા 3 વર્ષથી ગુજરાતીમાં માહિતી અને સ્ટડી મટીરિયલ પુરુ પાડી રહી છે. આજના આ યુગમાં કોમ્પ્યુટર એ કદાચ આઉટ-ડેટેડ ટેક્નોલોજી થઇ રહી હોય એવુ લાગે છે કારણ કે સતત કોમ્પ્યુટર સામે બેસી રહેવું કદાચ આ ઝડપી યુગમાં શક્ય નથી રહ્યું. મોબાઇલ પર ખુબજ સસ્તા ભાવે ઇન્ટરનેટ મળવાથી આજનો લગભગ દરેક વ્યક્તિ ઇન્ટરનેટ સુવિધા સાથેનો મોબાઇલ ધરાવે છે તેમજ સોશિયલ નેટવર્કીંગની વેબસાઇટોના ઉપયોગ દ્વારા સમાજ અને પોતાના પરિચિતો સાથે જોડાયેલો રહે છે. ધંધાર્થીઓ પણ મોટા ભાગે મોબાઇલ દ્વારા મુસાફરી દરમિયાન અને પોતાના ઘરે પણ ઓફિસના કામકાજ કરતા જોવા મળે છે.
ટેક્નોલોજીની આ બાબતનો ઉંડો વિચાર કર્યા બાદ rijadeja.com વેબસાઇટ માટે એક વિચાર કરવો જરૂરી બની ગયો કે આ મોબાઇલ ઇન્ટરનેટ ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ કદાચ કોમ્પ્યુટર સામે વધુ સમય બેસી ન શકે તેથી rijadeja.com વેબસાઇટ પણ મોબાઇલ ફોનમાં સરળ રીતે ખુલી શકવી જોઇએ. આ જ કારણથી rijadeja.com વેબસાઇટની એન્ડ્રોઇડ એપ્લીકેશન બનાવવાનો વિચાર આવ્યો અને એ વિચારને તાત્કાલિક ધોરણે અમલમાં પણ મુકવામાં આવ્યો.
આજરોજ હિન્દુ ધર્મના અગત્યનાં તહેવારો ભીમ અગીયારસ તથા શ્રી ગાયત્રી જયંતિનો શુભ દિવસ છે. rijadeja.com માટે પણ આજનો દિવસ ખુબજ અગત્યનો છે કારણ કે rijadeja.com વેબસાઇટની પ્રથમ રજીસ્ટર્ડ ઓફિસમાં આજના દિવસે અમારા દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આજનું મન્ડે મ્યુઝિંગ્સ તેમજ rijadeja.comની એન્ડ્રોઇડ એપ્લીકેશન આ જ ઓફિસમાંથી લોન્ચ કરતા હું ખુબજ હર્ષની લાગણી અનુભવુ છું. મને પુરેપુરો વિશ્વાસ છે કે આ એપ્લીકેશન વિદ્યાર્થીઓને અપડેટ રહેવામાં મદદરૂપ થશે અને સાથોસાથ મોબાઇલ પર જ ઓનલાઇન ટેસ્ટ દ્વારા પોતાનું જ્ઞાન ચકાસવામાં મદદરૂપ થશે.
Features of rijadeja.com’s Android Application
- સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા તમામ અપડેટ્સ
- જનરલ નોલેજના વિષયોની ઓનલાઇન ટેસ્ટ
- કરંટ અફેયર્સ માટેની ઓનલાઇન ટેસ્ટ
- ટેસ્ટ આપ્યા બાદ તુરંત જ પરિણામ અને સાચા જવાબોની માહિતી
- દર પંદર દિવસે બધા વિષયોની નવી ટેસ્ટ
- rijadeja.com વેબસાઇટની પોલીસી મુજબ દરેક જુની ટેસ્ટ પણ હરહંમેશ ઉપલબ્ધ
- ઓનલાઇન ટેસ્ટ સહિત તમામ સુવિધાઓ તદ્દન ફ્રી :)
આ એપ્લીકેશન આપ સૌને ઉપયોગી નિવડશે જ તેવી આશા અને આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ...
--R. I. Jadeja
0 Comment(s):
Post a Comment