14 February, 2014

રેવન્યું તલાટી પરીક્ષા માર્કીંગ પદ્ધતિ વિશે

marking_system
Marking System in Talati Exam
મિત્રો, 
16 ફેબ્રુઆરી, 2014ના રોજ 1500 રેવન્યું તલાટીની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાની જાહેરાતમાં એવો કોઇ ઉલ્લેખ ન હતો કે નેગેટીવ માર્કીંગ હશે કે નહી. અને જો હશે તો કંઇ રીતે હશે! પરંતુ હવે પરીક્ષાના કોલ લેટર સાથેની સૂચનામાં માર્કીંગ પદ્ધતિ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે.

  • એક સાચા જવાબ માટે 1 ગુણ
  • એક ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ ગુણ
  • એકથી વધુ પસંદ કરેલા જવાબ અથવા છેકછાક કરેલા જવાબો માટે 0.25 નેગેટીવ ગુણ
  • કોરા મુકેલ અથવા જવાબ ન આપેલ પ્રશ્ન માટે 0.25 નેગેટીવ ગુણ !!! 
અગાઉ બ્લોગના માધ્યમ દ્વારા કહ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિશ્વનુ કદાચ એકમાત્ર એવુ બોર્ડ હશે કે જે એવા પ્રશ્નમાં પણ નકારાત્મક ગુણ આપે છે જે પ્રશ્નનો વિદ્યાર્થીએ સાચો કે ખોટો કોઇ જ જવાબ નથી આપ્યો. પણ તે બ્લોગનું વાક્ય ખોટુ પડ્યુ... કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળ સિવાય પણ કોઇ એવુ બોર્ડ (મહેસૂલ વિભાગ પસંદગી બોર્ડ) જાગ્યુ જે આ પ્રકારની વિચિત્ર માર્કીંગ પદ્ધતિ લાવ્યુ !!! વિચિત્ર એટલા માટે કારણ કે આ પ્રકારની માર્કીંગ પદ્ધતિ વિદ્યાર્થીઓને ખોટા જવાબો ટીક કરવા માટે મજબૂર કરે છે. પ્રશ્નનો ખોટો જવાબ આપો અથવા તો તેનો જવાબ જ આપો તેવા બન્ને સંજોગોમાં એકસરખા નકારાત્મક ગુણ હોય તો વિદ્યાર્થી ખોટા જવાબ ટીક કરવા માટે પ્રેરાય તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી જ. આ પ્રકારની માર્કીંગ પદ્ધતિ તુક્કાબાજ વિદ્યાર્થીઓને લાભ કરાવશે તે બહુ ચોક્કસ વાત છે.

આ પ્રકારની માર્કીંગ પદ્ધતિમાં એક સોનેરી સલાહ એ આપી શકાય કે દરેક વિદ્યાર્થી મિત્રોએ બધા જ પ્રશ્નોના જવાબ જરૂરથી આપવા કારણ કે પ્રશ્નનો ખોટો જવાબ આપો અથવા તો તેને સાવ મુકી દેવો બન્ને સંજોગોમાં એક સરખા જ નકારાત્મક ગુણ હોય તો તેવા સંજોગોમાં જવાબ આપવો જ જોઇએ, કદાચ તુક્કો સાચો પણ પડી જાય !!! 

દરેક વિદ્યાર્થીઓને રેવન્યું તલાટી પરીક્ષા માટે સમગ્ર rijadeja.com પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ...

R. I. Jadeja
www.rijadeja.com

25 comments:

  1. Thanks u very much jadeja bapu.....!!!

    ReplyDelete
  2. thank you so much...appreciate:))

    ReplyDelete
  3. thank you sir for giving us great material all examination.

    ReplyDelete