20 January, 2014

રેવન્યુ ક્લાર્ક / તલાટી કમ મંત્રી પરીક્ષા માટે કોચીંગ ???

મિત્રો,

હાલમાં જ ગુજરાત રેવન્યૂ વિભાગ દ્વારા મહેસૂલી 1500 તલાટી અને ક્લાર્ક ભરતીની જાહેરાત કરવામાં આવી. આ ભરતી માટે ધોરણ 12 પાસ હોય અને ઉંમર 18 થી 28 વર્ષ હોય તેવા કોઇપણ ઉમેદવાર લાયક છે. ભરતી પક્રિયામાં ઉમેદવારોએ ફક્ત એક જ પરીક્ષા પાસ કરવાની રહેશે જેમાં કુલ 100 બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો હશે. પરીક્ષાનો અભ્યાસક્રમ જોઇએ તો ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, અંક ગણિત, સામાન્ય જ્ઞાન અને સામાન્ય બૌદ્ધિક કસોટીનો સમાવેશ થાય છે.

કોઇપણ પરીક્ષા જાહેર થાય એટલે ‘ધંધો’ કરનારા કોચીંગ સેન્ટર અને પ્રકાશનો તેને લગતી જાહેરાતો અને પુસ્તકો માર્કેટમાં મુકવાની તૈયારીઓ આરંભી દે તેમાં કોઇ નવાઇ નથી જ! પણ 12 પાસની લાયકાત ધરાવતી આ પરીક્ષામાં કોચીંગ સેન્ટર શું તૈયારી કરાવશે ? કારણ કે જે પરીક્ષામાં વર્ણનાત્મક જવાબો લખવાના જ નથી ત્યા કોઇના માર્ગદર્શનની શું જરૂર ? શું ફક્ત પ્રશ્નોત્તરીના લીથા અને સંદર્ભ પુસ્તકોના નામ જાણવા માટે જ કોચીંગ જોઇન કરવાનું ? જો એવા જ પ્રશ્નોત્તરીના સેટ જોઇએ તો આપણી વેબસાઇટ rijadeja.com પર એવા ઘણા જ પ્રશ્નો સહિત બધુ જ સ્ટડી મટીરિયલ્સ છે જ. તો પછી કોચીંગ સેન્ટરની શું જરૂર ? રહી વાત ગણિતની તો આ પરીક્ષા માટે જી.સી.ઇ.આર.ટી.ના ધોરણ 5 થી 8 ના ગણિતના પુસ્તકના અમુક ચેપ્ટરનો અભ્યાસ કરી અને તેના માટે યોગ્ય પ્રેક્ટિસ કરવામાં આવે તો કોઇ કોચ / કોચીંગની જરૂર નથી જ.

આપણી વેબસાઇટ પર આપણાથી શક્ય હોય તેટલુ ગુણવત્તાયુક્ત સ્ટડી મટીરિયલ્સ આપણે મુકીએ જ છીએ. કરંટ અફેયર્સ માટે મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝીન પણ છે જ. તો શેની રાહ જોવો છો મિત્રો, તૈયારી શરૂ કરી દો. રેવન્યૂ ક્લાર્ક પરીક્ષા માટે કોઇ જ કોચીંગ કર્યા વિના જાતે જ તૈયારી કરો અને સફળતા મેળવો. જો તમારી ઉંમર આ પરીક્ષા માટે યોગ્ય ન હોય તો નાના મિત્રોને મદદરૂપ થવાનો લાભ જરૂર લેશો કારણ કે જ્ઞાન પર ક્યાંરેય કોઇનો એકાધિકાર નથી જ હોતો...
R. I. Jadeja

39 comments:

  1. thanks for regular information. its help a lot to us .:)

    ReplyDelete
  2. કોચીંગ સેન્ટરોના ધંધા બંધ થશે જ... આર.આઇ.જાડેજા સાહેબ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ...

    ReplyDelete
    Replies
    1. Its wonderfull sugestion by ri jadeja i hope all the holder follow ri jadeja website/fbacc/twiter

      Delete
    2. garib vidhyarthiyo mate sari site che age bho hum sath he good

      Delete
  3. thenks bro for infotmathon

    ReplyDelete
  4. THANKS JADEJA SAHEB AAPNU STUDY MAT.NA KARNE MARI TAKLIF OCHI THAI GAYI CHE

    ReplyDelete
  5. Thanks Bhai For Good Information

    ReplyDelete
  6. thank you for this information.

    ReplyDelete
  7. સાહેબ શ્રી, કોચીંગ સેન્ટર માટે 'ધંધો' શબ્દ યોગ્ય છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી ના નામ પર અઢળક નાણા લઇ અને ફક્ત પ્રશ્નોત્તરીના લીથા આપી દેવામા આવે છે. જો વિદ્યાર્થી તમારી સાઇટનો ઉપયોગ કરે તો કોઇ કોચીંગની જરૂર રહેતી જ નથી.

    ReplyDelete
  8. really very useful and systematic information is available here by jadeja saheb..
    thankfull to you..

    ReplyDelete
  9. Sir ,thanks a lot for provide very necessary information ...

    ReplyDelete
  10. Sir, thanks a lot for provide very necessary information ...

    ReplyDelete
  11. SIR YOU ARE GREAT THANK YOU FOR YOUR GOOD SUGGETION

    ReplyDelete
  12. YOUR THINKING IS GREAT...AND WONDERFUL SIR
    I MOST LIKE IS
    AND YOUR STUDY MATERIAL IS GREAT AND NICE..
    HADS OF TO YOU....SIR

    ReplyDelete
  13. khub j uttam vat 6 sir hu pan aapni vebsite parthi j matirial vanchu 6u j khub j uttam 6 ane coaching class ma jaene khoto time vaste karvo aena karta rijadeja the best 6

    ReplyDelete
  14. best of my coaching off rijadeja website

    ReplyDelete
  15. Thank You Very Very Very Much.. Sir.. You Are Really Amazing .. I Have No Word To Thankful ..

    ReplyDelete
  16. AMARA JEVA MIDDLE CLASS STUDENTO NE HELP KARVA BADAL APANE KHUB KHUB THANYVAD THANKS..........

    ReplyDelete
  17. Thank You sir tamara thi preray ne me coching class ma na gayo ane tamara blog ma rahe gyan na akhut bhanda no ras pan karyo.Thank sir.......

    ReplyDelete